ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

Chandrayaan 3: ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે લીધેલી ચંદ્ર સપાટીની પ્રથમ તસવીરો આવી સામે - Junagadh News

ઈસરોનું ચંદ્રયાન-3 મિશન તેના અંતિમ તબક્કામાં છે. આ પહેલા વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટીની કેટલીક તસવીરો લીધી છે. સોમવારે સવારે ઇસરો દ્વારા ટ્વિટર પર આ માહિતી શેર કરવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 21, 2023, 12:11 PM IST

હૈદરાબાદ: ચંદ્રયાન 3 મિશનનું લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટીથી માત્ર 25થી 150 કિલોમીટરના અંતરે પરિભ્રમણ કરી રહ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને હવે 23 ઓગસ્ટની રાહ છે.

વિક્રમ લેન્ડરથી લીધેલી પ્રથમ તસવીરો:ઈસરોનું ચંદ્રયાન-3 મિશન તેના અંતિમ તબક્કામાં છે. આ પહેલા વિક્રમ લેન્ડરે ચંદ્રની દૂરની બાજુની કેટલીક તસવીરો લીધી છે. ઇસરો દ્વારા ટ્વિટર પર આ માહિતી શેર કરવામાં આવી છે. આ કેમેરા એવા વિસ્તારોને ઓળખવામાં મદદ કરે છે કે જે ઉતરાણ માટે સુરક્ષિત છે, જ્યાં કોઈ મોટા પથ્થરો કે ઊંડા ખાડાઓ નથી. ઈસરોએ જણાવ્યું છે કે વિક્રમ અને રોવરનું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી અપેક્ષા છે.

લેન્ડિંગનું જીવંત પ્રસારણ: 23 ઓગસ્ટે સાંજે 5.27 વાગ્યાથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જો ભારત ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરશે તો ઈતિહાસ રચશે અને ચંદ્ર પર પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બનશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થયા છે. એટલું જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બનશે.

'વિક્રમ' લેન્ડરની ડિઝાઇન: ISROએ ચંદ્રયાન-3 મિશન માટે પસંદ કરાયેલ ડિઝાઇનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથના જણાવ્યા અનુસાર, 'વિક્રમ' લેન્ડરની આખી ડિઝાઈન એ સુનિશ્ચિત કરે છે કે તે કોઈ પણ ખામીને સહન કરી શકશે. જે તેને કેવી રીતે સુરક્ષિત રાખવું અને સફળ લેન્ડિંગની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો બધા સેન્સર નિષ્ફળ જાય અને કંઈ કામ ન કરે તો પણ વિક્રમ લેન્ડર ઉતરશે.

(વધારાની ઇનપુટ એજન્સી)

  1. Chandrayaan 3: 23 ઓગસ્ટે તમામની નજર ચંદ્રયાન 3 પર, અનેક પ્લેટફોર્મ્સ પર કરાશે જીવંત પ્રસારણ
  2. Chandrayaan 3 : ચંદ્ર પર ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ સામે કયા પડકારો, જાણો

ABOUT THE AUTHOR

...view details