ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

Apple event 2023: એપલ ઇવેન્ટ 2023માં કંપનીએ iPhone 15 સીરિઝ, Apple Watch 9 અને AirPods Pro લોન્ચ કર્યું.... - all features of iphone 15 pro

Apple Event 2023માં દુનિયાની દિગ્ગજ કંપનીએ, 12 સપ્ટેમ્બરે સત્તાવાર રીતે આ સાથે કંપનીએ આઈફોન 15 સિરીઝ લોન્ચ કરી દીધી છે. એ સિવાય કંપનીએ એપલ વોચ અને AirPods Pro લોન્ચ કર્યું છે.

Etv BharatApple event 2023
Etv BharatApple event 2023

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 1:54 PM IST

કેલિફોર્નિયાઃસૌથી પ્રતિષ્ઠિત ટેક કંપનીઓમાંથી એક એપલે ફરી એકવાર નવી પ્રોડક્ટ લૉન્ચની શ્રેણી સાથે વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે, જેમાં અત્યંત અપેક્ષિત iPhone 15 સિરીઝ અને તેમની સ્માર્ટવોચ લાઇનઅપમાં નવીનતમ, Apple Watch Series 9નો સમાવેશ થાય છે.

જાણો iPhone 15 સિરીઝ વિશેઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ કંપની iPhoneની નવા મોડલ iPhone 15 Pro અને 15 Pro Maxને લૉન્ચ કર્યા છે. iPhone 15 સિરીઝની આખી લાઇન-અપમાં USB Type-C ચાર્જિંગ પોર્ટ આપશે. iPhone 15 Plusમાં 6.7 ઇંચની ડિસ્પ્લે હશે. જ્યારે iPhone 15માં થોડી નાની 6.1 ઇંચની ડિસ્પ્લે હશે. iPhone 15 Pro લાઇન-અપમાં 48MP પ્રાથમિક કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. આ વખતે કંપની iPhone 15 Pro Maxમાં 6x ઓપ્ટિકલ ઝૂમિંગ ક્ષમતા સાથે નવો પેરિસ્કોપ ઝૂમ લેન્સ આપશે.

iPhone 15 Proની કિંમતઃ iPhone 15 Proની શરૂઆતની કિંમત એટલે કે 128 GB સ્ટોરેજની કિંમત 1,34,900 રૂપિયા છે. આ જ iPhone 15 Pro Maxને રૂ. 1,59,900ની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. ફોનનું 256 GB સ્ટોરેજ મોડલ આ કિંમતમાં ઉપલબ્ધ થશે. iPhone 15 Proના 256 GB સ્ટોરેજની કિંમત 1,44,900 રૂપિયા છે. જ્યારે 512 GB ની કિંમત 1,64,900 રૂપિયા અને 1 TB ની કિંમત 1,84,900 રૂપિયા છે. iPhone 15 Pro Max ના 512 GB ની કિંમત 1,79,900 રૂપિયા અને 1 TB ની કિંમત 1,99,900 રૂપિયા છે.

એપલ વોચ અલ્ટ્રા 2 લોન્ચઃ કંપનીએ એપલ વોચ અલ્ટ્રા 2 લોન્ચ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એપલની સૌથી સક્ષમ અને મજબૂત સ્માર્ટવોચ છે. જેમાં ઘણા નવા ફીચર્સ છે. Apple Watch Ultra 2માં અત્યાર સુધીની સૌથી નવી અને સૌથી તેજસ્વી ડિસ્પ્લે છે. Apple Watch Ultra 2 ની મહત્તમ બ્રાઇટનેસ વધારીને 3000 nits કરવામાં આવી છે. તે ફર્સ્ટ જનરેશન એપલ વોચ અલ્ટ્રા કરતાં 50 ટકા વધુ તેજસ્વી છે. Apple Watch Ultra 2 ની કિંમત 799 US ડોલર એટલે કે 66,213.53 ભારતીય રૂપિયા હશે.

AirPods Pro લોન્ચ કર્યુંઃ એપલ કંપનીએ આખરે Apple iPhone 15 સિરીઝના ફોન સાથે નવું અપડેટ AirPods Pro લોન્ચ કર્યું. યુએસબી-સી પોર્ટ સાથેના Apple AirPods Proની કિંમત રૂ. 24900 છે જે ગયા વર્ષે Apple AirPods Pro ની જે કિંમતે લોન્ચ કરવામાં આવી હતી તેના કરતાં રૂપિયા 2000 સસ્તી છે. Apple iPhone 15 સિરીઝના મોડલ્સની જેમ, નવા Apple AirPods Pro 15 સપ્ટેમ્બરથી બુકિંગ માટે ઉપલબ્ધ થશે અને તે 22 સપ્ટેમ્બરથી વેચાણ માટે શરૂ થશે.

આ પણ વાંચોઃ

  1. Apple launches iPhone 15 Pro: iPhone 15 Pro અને iPhone 15 Pro Max લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્શ વિશે..
  2. Apple Watch Ultra 2: Appleએ વોચ અલ્ટ્રા 2 લોન્ચ કરી, જાણો કિંમત અને ફીચર્સ, ક્યારે થશે ડિલિવરી?

ABOUT THE AUTHOR

...view details