તમિલનાડુ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IIT મદ્રાસ)ના સંશોધકોએ ખેડૂતોની NGO સાથે મળીને એક અનન્ય, કાર્યક્ષમ અને ખર્ચ અસરકારક કૃષિ પરિવહન પ્રણાલી વિકસાવી છે. જે ભારતીય (Indian farming system) ખેડૂતો જે સમસ્યાનો કરી રહ્યા છે એનો નીવેડો લાવ્યો છે. રીસર્ચ કરનારાઓની ટીમે એક મશીન તૈયાર કર્યું છે જે ખેતરનો કચરો લઈ જઈને એને ડમ્પિગ સાઈટ સુધી પહોંચાડે છે. એટલું જ નહીં જરૂરી સામાન પણ સ્ટોરેજ કે ગોદામ સુધી લઈ જવામાં મદદ કરે છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ મશીન તૈયાર કરવામાં વપરાયેલા પાર્ટ્સ સ્વદેશી છે.
IIT મદ્રાસની ટીમે સંસ્થા ‘પોથુ વિવસયેગલ સંગમ’ સાથે મળીને, કરુર જિલ્લાના નાનજાઈ થોટ્ટાકુરિચી ગામમાં એક ખેતરમાં આ પ્રોટોટાઈપ કેબલવે સિસ્ટમનું (Prototype cableway system) સફળ પરીક્ષણ કર્યું છે.
ખેતિના કચરાનો ઉકેલ: ખેતીની પ્રવૃત્તિઓમાં માનવશ્રમ અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટીમે એક મશીન તૈયાર કર્યું છે. કચરનાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ મશીન તૈયાર કરાયું છે. જ્યારે પાકને મેન્યુઅલી કલેકશન પોઈન્ટ પર લઈ જવામાં આવે છે. દાખલા તરીકે, કેળાના પાકના કચરાને ખેડૂતો જાત મહેનત કરીને ઉકરડા સુધી લઈ જતા હતા. જેના કારણે શ્રમિકોને પૈસા આપવા પડતા હતા. આ મશીન ઊભું કરવા માટે માત્ર ઓછી જગ્યાની જરૂર પડે છે. જે ખેતરમાંથી પસાર થાય છે. પણ મશીનને કારણે ખેતરને કોઈ નુકસાન થતું નથી.
ઓછું વીજ કંઝ્પ્શનઃસૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ મશીન સૌથી ઓછું વીજ કંઝપ્શન લે છે. ઓછી ઉર્જા વપરાશને કારણે વધારે પડતો લોડ પડતો નથી. તેને ચલાવવા માટે માત્ર 2 વ્યક્તિઓની જરૂર પડે છે. જ્યાર પાકની લણણી થાય છે એ પછી આવા કચરાની સમસ્યાઓ મોટી થઈ જાય છે. IIT મદ્રાસના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાંથી પ્રો. શંકર કૃષ્ણપિલ્લાઈ દ્વારા ખેડૂતોના NGO સાથે હાથ મિલાવીને વિકસાવવામાં આવેલી આ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કચરાને વહન કરવાની સમસ્યાનો નીવેડો લાવે છે. જેથી શ્રમિકોને જરૂરી એવી મજૂરી આપવી પડતી નથી.