ન્યુયોર્ક સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે, હાઈ બ્લડપ્રેશર (high blood pressure) હાડકાને નુકસાન પહોંચાડે છે અને ઓસ્ટીયોપોરોસીસ સંબંધિત હાડકાંને (Osteoporosis risk is result of high BP) નબળા બનાવી શકે છે. પ્રયોગશાળામાં ઉંદર પર કરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, હાઈ બ્લડપ્રેશર ધરાવતા ઉંદરોમાં હાઈ બ્લડપ્રેશર વગરના ઉંદરની સરખામણીમાં હાડકામાં 24 ટકા નબળાઈ (bones weakness) આવી હતી. તેમને લાંબા હાડકાઓ, જેમ કે ઉર્વસ્થિ અને સ્પોન્જ જેવા ટ્રેબેક્યુલર હાડકાની જાળાઈમાં 18 ટકાનો ઘટાડો અને અનુમાન હતું એના પરીણામમાં 34 ટકાનો ઘટાડાનો સામનો કરવો પડયો હતો. તેનાથી વિપરીત, જૂના ઉંદર કે જેઓને એન્જીયોટેન્સિન 2 પદ્ધતીથી ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમણે સમાન હાડકાના નુકશાનનું પ્રદર્શન કર્યુ ન હતું.
હળકાની નભળાઈહાઈ બ્લડપ્રેશર અને ઑસ્ટિયોપોરોસિસ એ સામાન્ય રોગો છે જે લોકોને અસર કરે છે અને કેટલાકને બંને એકસાથે હોઈ શકે છે. નેશવિલ, ટેનેસી, યુએસની વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી મારિયા હેનને જણાવ્યું હતું કે, અસ્થિ મજ્જા તે છે જ્યાં નવા હાડકા અને નવા રોગપ્રતિકારક કોષો બંને ઉત્પન્ન થાય છે. અમને શંકા છે કે, અસ્થિ મજ્જામાં વધુ પ્રો ઈંફ્લમેટરી પ્રતિરક્ષા કોષિકાઓ હાડકાને નબળા બનાવી શકે છે.