અમદાવાદ: રાજ્યના શિક્ષણમાં વધુમાં વધુ સુધારો થાય તેમજ બાળકો સરળતા પૂર્વક અભ્યાસ કરી શકે અનેક નવા પ્રોજકેટ પર કામ કરવામાં આવે છે. ગુજરાત ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બાળકો શૈક્ષણિક સ્તર ઓછું જોવા મળી રહ્યું છે. જેને લઈને સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન આજ ત્રિ મંદિર ખાતે (School of Excellence at Trimandir) આદિવસી વિસ્તારમાં તત્કાલીન મુખ્યપ્રધાન વખતની યાદો તાજી કરી હતી. જેમાં ખાસ આદિવાસી જિલ્લાના બાળકોની મુલાકત કરી તેમની સાથે વાતચીત પણ કરી હતી.
PM Modi launches Mission Schools of Excellence નવું શીખવા અને જાણવા મળે છે.વિદ્યાર્થી મનહર ગામીતે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજ અમે ગાંધીનગરના ત્રિ મંદિર ખાતે આવ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાસમાં (PM Modi launches Mission Schools of Excellence) આવીને શિક્ષક જે અમને ભણાવતા હતા તેમાંથી તમને શું શીખવા મળ્યું તેના વિશે અમને પૂછ્યું હતું. મેં જવાબ આપતા કહ્યું હતું કે, આમાંથી અમને નવું નવું જાણવાનું અને નવું શીખવાનું મળશે. જેથી મારુ જે સપનું છે, વૈજ્ઞાનિક બનાવનું તે પૂર્ણ કરી શકાય છે. આજ દેશના વડાપ્રધાનને મળીને સારું લાગ્યું છે.
સ્માર્ટ બોર્ડ પર ભણવાથી સરળતાથી યાદ રહી જાય છે સ્માર્ટ બોર્ડ પર ભણવાથી સરળતાથી યાદ રહી જાય છે.પાર્થવે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન (PM Modi talk to students) મારી પાસે આવી ને પૂછ્યું શિક્ષક કયો વિષય ભણાવી રહ્યા છે. તેમાં શું શીખ્યા ? મેં જવાબ આપતા જણાવ્યું કે, શિક્ષક વિજ્ઞાન વિષય ભાણાવી રહ્યા હતા. આવી રીતે અભ્યાસ કરવાથી નવી રીતે અભ્યાસ કરી શકીએ છીએ અને સરળતાથી યાદ પણ રહી જાય છે.
Pm મોદીએ સ્માર્ટ બોડ પર કામ કરવાનું કીધું. શિક્ષક હિરલબેને ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે હું આ સ્માર્ટ કલાસ વિશે માહિતી આપતા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવીને પૂછ્યું આ બાળકો સ્માર્ટ ક્લાસનો ઉપયોગ (Mission Schools of Excellence in Adalaj) કરી શકશે. તો મેં હા પાડી હતી, ત્યારે આ બાળકોએ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરીને વડાપ્રધાનને બતાવ્યું હતું. વડાપ્રધાન દ્વારા બાળકોને જ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને બાળકોએ જ જવાબ આપ્યા હતા.
ડાંગ જિલ્લામાં સ્માર્ટ શાળા એજ મોટી વાત ડાંગ જિલ્લામાં સ્માર્ટ શાળા એજ મોટી વાત:ડાંગ જિલ્લાના છેવાડાના ગામમાં પણ જો આવી સ્માર્ટ શાળા મળે તે ખૂબ જ મોટી વાત કહેવાય. બાળકો પહેલા પુસ્તક આધારથી અભ્યાસ કરી શકતા હતા પણ હવે અલગ અલગ વીડિયો કે એનિમેશનથી પણ અભ્યાસ કરી શકશે. બાળકોને જ્યારે એનિમેશન કે વીડિયો ના માધ્યમથી અભ્યાસ કરવામાં આવે છે.ત્યારે બાળકો ભારે ઉત્સાહ પૂર્વક અભ્યાસ કરે છે.અને બાળકો સરળતાથી યાદ રાખે છે.
આદિવાસી જિલ્લામાં ભિક્ષા માંગવા જતો આદિવાસી જિલ્લામાં ભિક્ષા માંગવા જતો: વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જ્યારે હું ગુજરાતનો મુખ્યપ્રધાન હતો તે સમયે પ્રવેશઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે 100માંથી 80 બાળકો આગળ ભણતા હતા. ખાસ કરીને આદિવાસી જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચે હતું. જેથી મેં શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ ઉત્સવ આદિવાસી જિલ્લામાં જઈ બાળકોના માતા પિતા પાસે ભિક્ષા માંગતો કે તમારા બાળકોને અભ્યાસ માટે મોકલો. આજ મને આનંદ થાય છે.જે બાળકોને આંગળી પકડીને શાળાએ મુકવા ગયો હતો તે બાળકોને આજ હું મળ્યો હતો.
કેજરીવાલની પીએમને અપીલ:"અમે શાળાઓને કેવી રીતે ઠીક કરવી તે જાણીએ છીએ, કૃપા કરીને અમારો ઉપયોગ કરો". પીએમ મોદીએ બુધવારે ગુજરાતના ગાંધીનગરમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ મિશનની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સ્માર્ટ ક્લાસમાં બાળકોની વચ્ચે બેસીને 'ક્લાસ' લેતા જોવા મળ્યા હતા. પીએમની આ તસવીરોની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા કેજરીવાલે (Kejriwal on pm modi school visit) કહ્યુ કે, પીએમ સાહેબ, અમે દિલ્હીમાં શિક્ષણમાં અદ્ભુત કામ કર્યું છે. 5 વર્ષમાં દિલ્હીની તમામ સરકારી શાળાઓને તેજસ્વી બનાવવામાં આવી હતી. દેશભરની શાળાઓ 5 વર્ષમાં પુનઃપ્રાપ્ત થઈ શકે છે. અમને અનુભવ છે. કૃપા કરીને આ માટે અમારો સંપૂર્ણ ઉપયોગ કરો. એકસાથે ન કરો. દેશ માટે. મનીષ શીશોદીયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, આજે પહેલીવાર મોદીજી શાળાએ ગયા બાદ ગુજરાતના બાળકો સાથે બેઠા હતા. જો તેની શરૂઆત 27 વર્ષ પહેલા થઈ હોત તો આજે ગુજરાતના શહેરથી લઈને ગામડા સુધીનું દરેક બાળક ઉત્તમ શિક્ષણ મેળવતું હોત.