સાન ફ્રાન્સિસ્કો: ટેક જાયન્ટે મંગળવારે જણાવ્યું હતું કે, ''ગૂગલેએક ન્યૂ પરચેસ રિક્વેસ્ટ ફિચર ઉમેરી (google new feature) છે. જે પરિવારોને બાળકો દ્વારા કરવામાં આવેલી ખરીદીને મંજૂર અથવા નકારવાનો વિકલ્પ આપશે. ગૂગલ પરચેઝ રિક્વેસ્ટ ફીચર (Google Purchase Request) પરિવાર માટે પેઇડ એપ અને ઇન એપ ખરીદી બંનેને સુરક્ષિત રીતે ખરીદવાનું સરળ બનાવશે.'' જો યુઝર્સ પાસેpayment method set up કરેલી નથી, તો 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સીધા જ કુટુંબ સંચાલકને ખરીદીની વિનંતીઓ મોકલી શકશે.
ETV Bharat / science-and-technology
GOOGLE ખરીદી વિનંતી સુવિધા નિયંત્રણ શોપિંગ દ્વારા લોન્ચ - ખરીદી વિનંતી સુવિધા
ગૂગલે એક ન્યૂ પરચેસ રિક્વેસ્ટ ફિચર ઉમેરી (google new feature) છે. ગૂગલ પરચેઝ રિક્વેસ્ટ ફીચર (Google Purchase Request) પરિવાર માટે પેઇડ એપ અને ઇન એપ ખરીદી બંનેને સુરક્ષિત રીતે ખરીદવાનું સરળ બનાવશે. યુઝર્સ તેમના ડિવાઈઝ પર એપ્લિકેશન અથવા ઇન એપ ખરીદી વિશે વિનંતી અને મહત્વપૂર્ણ માહિતીનું મૂલ્યાંકન કરી શકે છે.
ગૂગલ પરચેસ રિક્વેસ્ટેડ: પછી યુઝર્સ તેમના ડિવાઈઝ પર એપ્લિકેશન અથવા ઇન એપ ખરીદી વિશે વિનંતી અને મહત્વપૂર્ણ માહિતીનું મૂલ્યાંકન કરી શકે છે. આ દરમિયાન ખરીદી પૂર્ણ થવી જોઈએ કે, કેમ તે નક્કી કરી શકે છે. જો તેઓ ખરીદી પૂર્ણ કરવાનું નક્કી કરે છે, તો તેઓ Google Play ગિફ્ટ કાર્ડ સહિત તેમની પોતાની સંગ્રહિત ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે. કૌટુંબિક સંચાલકોને આ પરચેસ રિક્વેસ્ટ માટે રીઅલ ટાઇમ સૂચનાઓ પ્રાપ્ત થશે. પરંતુ પછીથી નિર્ણય લેવા માટે તેઓ તેને અપ્રુવલ રિક્વેસ્ટ ક્યુમાં પણ જોઈ શકે છે.
ગૂગલ ન્યૂ ફિચર:આવતા વર્ષની શરૂઆતમાં Google યુઝર્સને જાણ કરશે કે, જો તેમની વ્યક્તિગત માહિતી જેમ કે ફોન નંબર, ઇમેઇલ અને ઘરનું સરનામું સર્ચ પરિણામોમાં દેખાશે. કંપનીએ કહ્યું કે, 'રિઝલ્ટ્સ અબાઉટ યુ' ટૂલ ગૂગલ સર્ચમાંથી વ્યક્તિગત માહિતીને દૂર કરવાની વિનંતી કરવાનું સરળ બનાવશે. ટેક જાયન્ટે જણાવ્યું હતું કે, "આવતા વર્ષથી તમે વ્યક્તિગત રીતે ઓળખાતી માહિતી સાથેના નવા પરિણામો દેખાશે તો ચેતવણી આપવા માટે તમે પસંદ કરી શકશો. જેથી તમે તરત જ Google શોધમાંથી તેમને દૂર કરવાની વિનંતી કરી શકો.