ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

Google મેપ્સમાં આવ્યું નવું 'ટાઈમલાઈન' ફિચર, લોકેશન સહિત તમારી સુંદર યાદોને રાખશે સેવ - GOOGLE MAPS NEW TIMELINE

ગૂગલ તેના ફીચર્સને સતત અપડેટ કરી રહ્યું છે. આ સીરિઝમાં Google એ મેપ્સમાં એક નવું ટાઈમલાઈન ફીચર રજૂ કર્યું છે. જાણો વધુ આ ફિચર વિશે...

Google મેપ્સમાં આવ્યું નવું 'ટાઈમલાઈન' ફિચર
Google મેપ્સમાં આવ્યું નવું 'ટાઈમલાઈન' ફિચર

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 1:55 PM IST

નવી દિલ્હી:Google એ મેપ્સમાં એક નવું 'ટાઈમલાઈન' ફીચર રજૂ કર્યું છે, જે તમને તમે મુલાકાત લીધેલી જગ્યાઓને યાદ રાખવામાં મદદ કરશે. ટૂંક સમયમાં તમારી ટાઈમલાઈન સીધી તમારા ડિવાઈસ પર સેવ થઈ જશે. જેનાથી તમને તમારા ડેટા પર વધુ નિયંત્રણ રાખી શકશો. આ સુવિધા 'લોકેશન હિસ્ટ્રી' નામના સેટિંગ દ્વારા સંચાલિત છે.

ટેક જાયન્ટે મંગળવારે એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, "જો તમે નવો ફોન મેળવી રહ્યાં છો અથવા તમારો હાલનો ફોન ગુમાવવા અંગે ચિંતિત છો, તો તમે હંમેશા તમારા ડેટાનો ક્લાઉડ પર બેકઅપ લેવાનું પસંદ કરી શકો છો. અમે તમારા બેકઅપ લીધેલા ડેટાને આપમેળે એન્ક્રિપ્ટ કરીશું જેથી Google સહિત કોઈ પણ તેને વાંચી ન શકે.

Android અને iOS પર લાગુ થશે:વધુમાં, કંપનીએ કહ્યું, 'જ્યારે તમે પહેલીવાર લોકેશન હિસ્ટ્રી ચાલુ કરો છો, ત્યારે ઓટો-ડિલીટ કંટ્રોલ ડિફોલ્ટ રૂપે ત્રણ મહિના માટે સેટ થઈ જશે, જેનો અર્થ છે કે તેનાથી જૂનો કોઈપણ ડેટા આપમેળે ડિલીટ થઈ જશે. આ ફેરફારો ધીમે-ધીમે આગામી વર્ષમાં Android અને iOS પર લાગુ કરવામાં આવશે અને જ્યારે આ અપડેટ તમારા એકાઉન્ટમાં આવશે ત્યારે તમને એક સૂચના પ્રાપ્ત થશે.

Google Mapનું કંટ્રોલ તમારા હાથમાં: અન્ય અપડેટમાં કંપનીએ કહ્યું કે બ્લુ ડોટ, જે બતાવે છે કે તમે Google નકશા પર ક્યાં છોનું સીધું કંટ્રોલ તમારી આંગળીના ટેરવે લાવે છે. તમારે ફક્ત તેને ટેપ કરવાની જરૂર છે અને તમે જોશો કે તમારું સ્થાન, ઇતિહાસ અથવા સમયરેખા સેટિંગ ચાલુ છે કે કેમ અને તમે તમારા ડિવાઈસને લોકેશનને મેપ સાથે ઍક્સેસ આપ્યો છે કે કેમ. નવા બ્લુ ડોટ કંટ્રોલ આવનારા અઠવાડિયામાં Android અને iOS પર શરૂ થશે.

આ પણ વાંચો:

  1. સુરતના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દે તેવું રોવર 'અગત્સ્ય' તૈયાર કર્યુ, માત્ર દોઢ લાખના ખર્ચે તૈયાર થયું છે પ્રોટોટાઈપ મોડલ
  2. વેચાણ વધારવા માટે ટેસ્લાની 6 મહિના મફત સુપરચાર્જિંગની ઓફર

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details