- નફરત ફેલાવતા શબ્દો અંગે યૂટ્યુબની પોલિસી બદલાઇ
- કી-વર્ડમાં નહીં નાંખી શકાય અભદ્ર શબ્દ
- ગુગલ કરશે કડક કાર્યવાહી
સાન ફ્રાંસિસ્કો: ટેક્નિકલ દિગ્ગજ ગુગલે નફરત ફેલાવતા ભાષણ સાથે જોડાયેલા અનેક શબ્દોને યૂટ્યુબ વીડિયો પર જાહેરાતના કી-વર્ડના રૂપમાં વાપરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ધ વર્જ અનુસાર આ પગલું માર્કઅપની એક રિપોર્ટને અનુસરે છે. જેમાં સામે આવ્યું છે કે આ જાહેરાત આપતી વખતે વ્હાઇટ લાઇફ મેટર અને વ્હાઇટ પાવર જેવા શબ્દ સર્ચ કરી શકે છે. ગૂગલ જાહેરાત આપનારને બ્લેક લાઇવ્સ મેટર જેવા શબ્દોનો ઉપયોગ કરતાં રોકશે.
વધુ વાંચો:રીયલમી યુવાનો માટે વધુ ગુણવત્તાભર્યાં સ્માર્ટફોન લાવ્યું
ધ માર્કઅપ જ્યારે કમેન્ટ કરવા માટે યૂટ્યુબની મૂળ કંપની ગૂગલ પાસે પહોંચી ત્યારે તેણે કહ્યું કે કંપનીએ હકીકતમાં બ્લેક એક્સિલન્સ અને નાગરિક અધિકારો સાથે વધારે જાતિ અને સામાજીક ન્યાય સાથે જોડાયેલી વસ્તુને અવરોધી છે. ધ વર્જને ગુગલના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે નફરત અને ઉત્પીડનના મુદ્દા અંગે વધુ ગંભીર છીએ અમે તેની કડક શબ્દોમાં નીંદા કરીએ છીએ." તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, "હજી સુધી કોઇ પણ જાહેરાતના વિષય અયોગ્ય ન હતાં કેમકે અમે તપાસ કરવા માટે અનેક સ્તર પર તપાસના કાર્યો કરી રહ્યાં છીએ. અમે સંપૂર્ણ રીતે માનીએ છીએ કે આયોગ્ય શબ્દો સર્ચ થવા જોઇએ નહીં. અમારી ટીમ આ અંગે ગંભીર છે અને અમે આગળ પર આ અંગે ગંભીરતાથી કામ કરીશું." ગયા વર્ષે કંપનીએ 86.7 કરોડથી વધારે જાહેરાતને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી હતી.
વધુ વાંચો:એપલ સિલિકોન iMac નવા ડિઝાઇન અને ડિસપ્લે સાથે થઇ શકે છે લોન્ચ