સાન ફ્રાન્સિસ્કો:ટેક જાયન્ટે Google ડૉક્સમાં એક નવી સ્માર્ટ કેનવાસ સુવિધા રજૂ કરવાનું શરૂ કર્યું (Google docs update) છે, જે યુઝર્સને Google ડૉક્સમાં કોડ બ્લોક્સ (code blocks for formatting) સાથે સરળતાથી ફોર્મેટ અને કોડ પ્રદર્શિત કરવાની મંજૂરી આપે છે. ટેક જાયન્ટે બુધવારે વર્કસ્પેસ અપડેટ બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, 'અગાઉ Google ડૉક્સમાં કામ કરતી વખતે સહયોગીઓએ દસ્તાવેજોમાં રજૂ કરવા માંગતા કોડને પેસ્ટ કરવો પડતો હતો અને પછી સિન્ટેક્સને મેન્યુઅલી હાઇલાઇટ કરીને શૈલીઓ લાગુ કરવી પડતી હતી. નવી સુવિધા યુઝર્સને ઉદ્યોગના ધોરણોને અનુરૂપ કોડને વિઝ્યુઅલાઈઝ કરવાની ક્ષમતા આપે છે. જે કોડને વાંચવામાં ખૂબ સરળ બનાવે છે અને સહયોગમાં વધારો કરે છે. આ સુવિધા પર કોઈ એડમિન નિયંત્રણ નથી.
ETV Bharat / science-and-technology
સરળ ફોર્મેટિંગ માટે ગૂગલ ડોક્સ ને કોડ બ્લોક કર્યો જારી - code blocks for formatting
Google ડૉક્સ નવી સુવિધા (Google docs update) યુઝર્સને ઉદ્યોગના ધોરણો સાથે કોડને વિઝ્યુઅલાઈઝ કરવાની ક્ષમતા આપે છે. જે કોડ (code blocks for formatting)ને વાંચવામાં અને સહયોગ વધારવા માટે ખૂબ સરળ બનાવે છે. આ સુવિધા માટે કોઈ એડમિન નિયંત્રણ નથી.
ગૂગલ ક્રોમ અપડેટ: થોડા દિવસો પહેલા ગૂગલે વધુ સારી સુરક્ષા માટે ક્રોમમાં સ્ટેબલ M108 વર્ઝન સાથે પાસકી સપોર્ટ આપવાનું શરૂ કર્યું છે. ટેક જાયન્ટે ગુરુવારે એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, પાસકી એ પાસવર્ડ્સ અને અન્ય ફિશેબલ પ્રમાણીકરણ પરિબળો માટે સુરક્ષિત રિપ્લેસમેન્ટ છે. તેઓ વધુ સુરક્ષિત છે કારણ કે, તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. સર્વર ભંગમાં લીક થતા નથી અને યુઝર્સને ફિશિંગ હુમલાઓથી સુરક્ષિત કરે છે.
ઓપરેટિંગ સિસ્ટમ્સ: 'પાસકી' ઉદ્યોગના ધોરણો પર બનેલી છે અને વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ (OS) પર કામ કરી શકે છે. તેનો ઉપયોગ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ બંને સાથે થઈ શકે છે, જે તેમને સપોર્ટ કરે છે. Passkeys વડે સાઇન ઇન કરવા માટે યુઝર્સે પોતાની જાતને એ જ રીતે પ્રમાણિત કરવી પડશે. જે રીતે તેઓ કોઈ ઉપકરણને અનલૉક કરે છે. કંપનીએ કહ્યું, "ક્રોમના નવીનતમ સંસ્કરણ સાથે અમે Windows 11, macOS અને Android પર પાસકીને સક્ષમ કરી રહ્યા છીએ."