ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

Google એ Meet, ક્રોમબુક્સ માટે કરી નવી સુવિધાઓની જાહેરાત - Google Workspace

Googleએ મીટ, ક્રોમબુક માટે નવી સુવિધાઓની જાહેરાત કરી છે. Meet કૉલને સીધા Google ડૉકમાં ઑટો-ટ્રાન્સક્રાઇબ (Auto-transcribe) થઈ શકે છે. આ સિવાય પણ અન્ય નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

Google મીટે ક્રોમબુક્સ માટે કરી નવી સુવિધાઓની જાહેરાત
Google મીટે ક્રોમબુક્સ માટે કરી નવી સુવિધાઓની જાહેરાત

By

Published : Jun 13, 2022, 9:43 AM IST

Updated : Jun 13, 2022, 1:58 PM IST

નવી દિલ્હી:શિક્ષકો અને વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ટેક જાયન્ટ ગૂગલે બુધવારે જાહેરાત કરી કે, તે ક્રોમબુક્સ, ગૂગલ ક્લાસરૂમ અને ગૂગલ મીટ (Google announces new features for Meet Chromebooks) માટે નવા અપડેટ્સ શેર કરી રહ્યું છે. ગૂગલ વર્કસ્પેસ ફોર એજ્યુકેશન પ્લસ (Google workspace for education plus) અથવા ટીચિંગ એન્ડ લર્નિંગ અપગ્રેડનો ઉપયોગ કરતા લોકો માટે, Googleએ કહ્યું કે, તે વર્ગખંડમાં ઇન્ટરકનેક્ટિવિટી, નિયંત્રણ અને કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને Google Meetમાં સુવિધાઓ ઉમેરી રહ્યું છે.

આ પણ વાંચો:GOOGLE: એન્ડ્રોઇડ મેસેજિંગ ઍક્સેસિબિલિટી ફીચર્સ માટે લાવે છે નવા અપડેટ્સ

ઑટો-ટ્રાન્સક્રાઇબ કરી શકાય છે:ગૂગલ ફોર એજ્યુકેશનના ડિરેક્ટર શાંતનુ સિન્હાએ એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, "હવે,સરળ ટેક્સ્ટ સમીક્ષાઓ અને કીવર્ડ્સ અને ખ્યાલો શોધવાની ક્ષમતા માટે Meet કૉલ્સને સીધા જ Google ડૉકમાં ઑટો-ટ્રાન્સક્રાઇબ કરી શકાય છે." ગૂગલે કહ્યું કે, યુઝર્સ હવે મીટમાં પિક્ચર ઇન પિક્ચર સાથે ક્રોમમાં અન્ય ટેબ નેવિગેટ કરી શકે છે, જ્યારે મીટ કોલમાં વિદ્યાર્થીઓની 4 ટાઇલ્સ જોઈ શકે છે. શિક્ષકો હવે લાઇવ-સ્ટ્રીમ્સમાં મતદાન અને પ્રશ્ન અને જવાબ ઉમેરી શકે છે અને સીધા યુ ટ્યુબ પર લાઇવ-સ્ટ્રીમ (Live-stream on YouTube) કરી શકે છે.

આ પણ વાંચો:શું કપડાથી પણ થઈ શકશે ફોન અને સ્માર્ટવોચ ચાર્જ ?

કુશળતા વિકસાવવામાં કરશે મદદ:કંપની M103માં Chrome OS માં બનેલ સ્ક્રીનકાસ્ટ એપ્લિકેશન જેવી નવી સુવિધાઓ પણ ઉમેરી રહી છે, જ્યાં વપરાશકર્તાઓ ટ્રાન્સક્રિપ્ટ સ્ક્રીનકાસ્ટને રેકોર્ડ કરી શકે છે, ટ્રિમ, શેર અને જોઈ પણ શકે છે. ગુગલ ડ્રાઇવ (Google drive) પર આપમેળે સાચવેલ , વિડિઓઝની કસ્ટમ લાઇબ્રેરી બનાવી શકે છે. સિન્હાએ જણાવ્યું હતું કે, "અમે વર્ગખંડની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમારી વિશેષતાઓને સતત વિકસિત કરી રહ્યા છીએ." Google શિક્ષકોના રોજિંદા કાર્યોને સુધારવા અને વિદ્યાર્થીઓને તેમની કુશળતા વિકસાવવામાં મદદ કરવા માટે નવા એકીકરણ અને સાધનો પણ રજૂ કરી રહ્યું છે.

Last Updated : Jun 13, 2022, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details