ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

gizmoreની નવી સ્માર્ટવૉચ લૉન્ચ, Voice Assistantથી કરી શકાશે ઑપરેટ

સ્માર્ટ વૉચની દુનિયામાં વધુ એક કંપનીએ એન્ટ્રી કરી લીધી છે. જેની સ્માર્ટ વૉચ હાલમાં ફ્લિપકાર્ટ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી મળી રહેશે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે પહેલી વખત કોઈ સ્માર્ટ વૉચ એમોલ્ડ ડિસપ્લેમાં મળી રહી છે. જેમાં મ્યુઝિક ફીચર્સ સહિત 100થી વધારે મોડ આપેલા છે. એટલું જ નહીં, રોયલ લુક્સની સાથે તે સ્પોર્ટ્સ વૉચ તરીકે પણ કામ કરી શકે છે. જોઈએ એના આવા મસ્ત ફીચર્સ પરનો એક ખાસ અહેવાલ

gizmoreની નવી સ્માર્ટવૉચ લૉન્ચ, Voice Assistantથી કરી શકાશે ઑપરેટ
gizmoreની નવી સ્માર્ટવૉચ લૉન્ચ, Voice Assistantથી કરી શકાશે ઑપરેટ

By

Published : Oct 20, 2022, 8:06 AM IST

Updated : Oct 20, 2022, 8:38 AM IST

નવી દિલ્હી: ડોમેસ્ટિક સ્માર્ટ વૉચ કંપની Gizmoreએ ભારતની ટેક માર્કેટમાં એન્ટ્રી કરી લીધી છે. જે હવે જુદા જુદા બ્રાંડની સ્માર્ટવૉચને બરોબરની ટક્કર આપશે. યુવાનોમાં સૌથી ફેવરીટ એવા રોયલ લુક્સની સાથે એમાં સ્પોર્ટ્સ વૉચના ફીચર્સ હોવાથી આ વૉચ સૌથી સ્પેશ્યલ મનાય છે. જ્યારે હાલમાં ફિલપકાર્ટ પર માત્ર 3499 રૂપિયામાં પ્રાપ્ય હોવાથી ખરીદવા માટેની આ બેસ્ટ તક છે. જોકે, નવા નવા ફીચર્સ પર નજર કરીએ રીઝોલ્યુશનથી લઈને વોઈસ કમાન્ડ સુધી તમામ વસ્તુ બેસ્ટ છે.

gizmore ભારતમાં કરી સ્માર્ટવોચ લોન્, ફ્લિપકાર્ટ પર 3499 રૂપિયામાં ઉપલબ્ધ

મસ્ત છે બેલ્ટઃ નવી ફ્લેગશિપ AMOLED સ્માર્ટવોચ Gizmore Glo Lux લૉંચ (gizmore to launch smartwatch in india) કરી છે. આ સાથે કંપનીએ તેની સ્માર્ટવૉચ લાઇનઅપનો વિસ્તાર કર્યો. ચામડા અને સ્ટીલના પટ્ટામાં આ સ્માર્ટવૉચ મળી રહે છે. ફ્લિપકાર્ટ અને Gizmoreની ઓફિશિયલ વેબસાઇટ (gizfit glo smartwatch price) પ્રાપ્ય છે.

''અમે અમારા યુઝર્સોને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ આપવા માટે તૈયાર છીએ. Gizmore Glo Lux સાથે, યુઝર્સોને માત્ર પ્રીમિયમ ડિઝાઇન સાથેની સ્માર્ટવોચ જ નહીં મળે. પરંતુ, હેલ્ધી લાઈફસ્ટાઈલને મેઈનટેઈન કરવા તથા અપડેટ કરવામાં પણ આ વૉચ મોટી મદદ કરશે. સ્માર્ટવોચ બોડી ટેમ્પરેચર સેન્સર જેવા બેસ્ટ ફીચર્સ સાથે મળી રહી છે. જે યુઝર્સની વિશાળ માંગ પૈકીની એક છે. 24 કલાક હાર્ટ રેટ કૈલક્યુલેટ, મેંસ્ટ્રુઅલ ટ્રેકિંગ, સ્લીપ મોનિટરિંગ, SPO2 મોનિટરિંગ અને 100 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સનો સમાવેશ થાય છે.''--સંજય કુમાર કાલીરોના (Gizmore CEO,)

ફીચર્સ પર એકનજરઃ સ્માર્ટવોચમાં 500 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે 390 x 390 પિક્સેલ્સ રિઝોલ્યુશન ડિસ્પ્લે મળી રહી છે. આ સાથે અદભૂત 1.32 ઇંચ સર્ક્યુલર ફુલ ટચ HD AMOLED ડિસ્પ્લે છે, જે બધી વસ્તુને બ્રાઈટ લાઈટમાં જોવા મદદરૂપ થાય છે. ZINC ALLPY CASING માં ઉપલબ્ધ, જે માત્ર Glow Luxe ના પ્રીમિયમ લુકમાં વધારો કરે છે. આ સાથે વૉચ એક મજબૂતતાનો પુરાવો પણ આપે છે. સિક્યુરિટી ફીચર્સને લઈએ તો ગ્લો લક્સ IP67 વોટર રેઝિસ્ટન્સ સાથે પણ આવે છે, એટલે કોઈ પણ ગ્રાઉન્ડ કે અંડરવોટર સ્પોર્ટસ એક્ટિવિટી કરશો તો પણ સ્માર્ટવૉચ બંધ નહીં પડે.

મ્યુઝિક મોડ ઓન:યુઝર્સ સ્માર્ટવૉચપર સરળતાથી સંગીત સાંભળી શકે છે. તેમાં વૉઇસ આસિસ્ટન્ટ ફીચર્સ પણ છે, જે ગૂગલઆસિસ્ટન્ટ અને સિરીને સપોર્ટ કરે છે. તેમાં 15 દિવસનું બેટરી બેકઅપ છે. બ્લૂટૂથ કોલિંગની પણ સુવિધા છે, તેનો ઉપયોગ ડાયલ કોલ સાથે પણ કરી શકાય છે. પ્રાઇવસી લોક વિકલ્પ, ડાયરેક્ટ મેનૂ અને સ્પોર્ટ્સ મોડ એક્સેસ જેવી સુવિધાઓ હોવાને કારણે યુવાનોને આકર્ષે છે. યુઝર્સો પાસે સ્માર્ટવૉચને સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરવાનો ઑપ્શન પણ છે. Gizmore કંપનીએ સપ્ટેમ્બર 2022 માં Gizfit Glo લોન્ચ કરી હતી, જે AMOLED ડિસ્પ્લે સાથેની પ્રથમ સ્માર્ટવોચ છે.

Last Updated : Oct 20, 2022, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details