ગુજરાત

gujarat

Samsung Galaxy S23 સિરીઝમાં ફ્રન્ટ કેમેરા અપગ્રેડ થઈ શકે છે

By

Published : Dec 21, 2022, 5:00 PM IST

GSMArenaના રિપોર્ટ અનુસાર, Samsung Galaxy S23 (Samsung Galaxy S23 features) સિરીઝ (Galaxy S23 અને Galaxy S23 Plus)માં નવો, અપગ્રેડેડ ફ્રન્ટ કેમેરા મળશે. Galaxy S23 (samsung galaxy s23 smartphone) અલ્ટ્રા મૉડલ માટે ડાઉનગ્રેડ હશે.

Samsung Galaxy S23 સિરીઝમાં ફ્રન્ટ કેમેરા અપગ્રેડ થઈ શકે છે
Samsung Galaxy S23 સિરીઝમાં ફ્રન્ટ કેમેરા અપગ્રેડ થઈ શકે છે

સાન ફ્રાન્સિસ્કો:ટેક જાયન્ટ સેમસંગની આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ Galaxy S23માં 12MP સેલ્ફી કેમેરા (Samsung Galaxy S23 features) હશે. GSMArenaના અહેવાલ મુજબ Galaxy S23 અને Galaxy S23 Plusને એક નવો, અપગ્રેડેડ ફ્રન્ટ કેમેરા મળશે. કારણ કે, તે 10MP સેલ્ફી કેમેરાને 12MP સાથે બદલશે. આ Galaxy S23 અને Galaxy S23 Plus માટે અપગ્રેડ જેવું લાગે છે. પરંતુ તે Galaxy S23 (samsung galaxy s23 smartphone) અલ્ટ્રા મૉડલ માટે ડાઉનગ્રેડ હશે. કારણ કે, અગાઉના Galaxy S22 Ultraમાં 40MP ફ્રન્ટ કૅમેરો હતો.

Galaxy S23 સિરીઝનું લોન્ચિંગ: દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, કંપનીએ Galaxy S23 સિરીઝનું લોન્ચિંગ આવતા વર્ષે ફેબ્રુઆરીના મધ્ય સુધી મુલતવી રાખ્યું છે. વિલંબનું કારણ એ છે કે, ટેક જાયન્ટ સ્માર્ટફોન માટે અંતિમ કિંમતનું માળખું નક્કી કરી શક્યું નથી. ગયા મહિને એવું નોંધવામાં આવ્યું હતું કે, S23 શ્રેણીમાં ક્વાલકોમનું ત્રીજી પેઢીનું અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર હોવાની શક્યતા છે. ઓગસ્ટમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના મોબાઈલ એક્સપિરિયન્સ (MX) વિભાગે મુખ્ય કેમેરા ભાગીદારો સાથે માહિતી શેર કરી હતી કે, તે Galaxy S23 પર 200MP મુખ્ય કૅમેરો ઇન્સ્ટોલ કરશે. આગામી સેમસંગ ગેલેક્સી શ્રેણી વૈશ્વિક સ્તરે સ્નેપડ્રેગન પ્રોસેસર દ્વારા સંચાલિત કરવામાં આવશે.

Galaxy S23 Ultraની ખાસિયત: રોગચાળા પછી રૂબરૂમાં યોજાનારી આ પ્રથમ અનપેક્ડ લોન્ચ ઇવેન્ટ હશે. અગાઉ એક અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, Galaxy S23 Ultra 5000mAh બેટરી પેક કરી શકે છે. એક ટિપસ્ટરે આગામી S23 અલ્ટ્રાની બેટરીની વાસ્તવિક જીવનની છબી શેર કરી. ડિવાઈઝ 6.8 ઇંચ AMOLED ડિસ્પ્લે અને ઝડપી ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે તેવી અપેક્ષા હતી.

ABOUT THE AUTHOR

...view details