ઍપ્લિકેશનના વેબ વર્ઝનને વર્ષ 2015માં વોટ્સઍપ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી કોમ્પ્યુર પર ચેટને મૉનિટર કરી શકાય છે. પરંતું આના ઉપયોગ માટે યુઝર્સે પોતાના ફોનને ઈન્ટરનેટના માધ્યમથી જોડવું પડતું હતું.
ETV Bharat / science-and-technology
વોટ્સએપ લાવી રહ્યું છે ડેસ્કટૉપ વર્ઝન, ઈન્ટરનેટ વગર પણ વાપરી શકશો વોટ્સએપ - વ્હોટ્સઍપનું ડેસ્કટૉપ વર્ઝન
સાન ફ્રાન્સિસ્કો: ફેસબુકની માલિકી ધરાવતી કંપની વોટ્સએપ પોતાના ઍપ્લિકેશનના ડેસ્કટૉપ વર્ઝન પર કામ કરી રહી છે. જેથી કોઈપણ યુઝર પોતાના મોબાઇલ ફોનને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કર્યા વિના પણ મેસેજિંગ ઍપ્લિકેશનનો ઉપયોગ પોતાના ડેસ્કટૉપ પર કરી શકવા સક્ષમ બનશે.

જો કે વોટ્સઍપનું વેબ વર્ઝન વર્ષ 2015માં જ રજૂ કરી દેવામાં આવ્યું હતું. જેના માધ્યમથી કોમ્પ્યુટર પર ઍપ્લિકેશનની ચેટ મોનિટર કરી શકાતું હતું, પણ વેબ વર્ઝનના ઉપયોગ માટે યુઝર્સે પહેલા પોતાનો મોબાઇલ ફોન ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટ કરવું પડતું હતું. તો આ અંગેની માહિતી વોટ્સઍપની ઓફિશિયલ ટ્વિટર ઍકાઉન્ટ WAB ટાઇફોના માઘ્યમથી શુક્રવારના રોજ ટ્વિટ દ્વારા આપી હતી.
સાથે જ કંપની એક નવી મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે. જે તમારો ફોન બંધ હોવા છતા પણ કાર્યરત રહેશે. તો આ અંગે મળતી માહિતી મુજબ આ સિવાય વોટ્સઍપ મલ્ટીપ્લેટફૉર્મ જેની મદદથી યુઝર્સ એક જ સમયે કેટલાય ડિવાઇસના માધ્યમથી પોતાની ચેટ અને પ્રોફાઇલમાં એક્સેસ કરી શકશે.