આ અંગે XIaomiનું કહેવું છે કે, સામાન્ય ઝાડુની ડિઝાઇન સેમી-ઓપન હોય છે, જેના કારણે ધુળ-માટી પુરી રીતે સાફ નથી થઇ શકતી, પણ હવે MI વાયરલેસ હેન્ડહેલ્ડ સ્વીપર સફાઇની તમામ મુશ્કેલીઓને અંત આણશે.
તો આ અંગે મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રીક ઝાડું ડબલ બ્રશ ડિઝાઇનની સાતે રજુ કરવામાં આવી છે. તો પ્રોડક્ટ અંગે કંપનીનો દાવો છે કે, આ ખુબ જ સ્પીડ સાથે સફાઇ કરવામાં સક્ષમ છે.આ ઝાડુનું બ્રશની સ્પીડ 1300R/Min છે. તો આ ઝાડુને પાવર માટે 2000mAhની બેટરી આપવામાં આવી છે. તો આ ઇલેક્ટ્રિક ઝાડુને ફુલ ચાર્જ કરવાથી 2 કલાક સુધી ઉપયોગમાં લઇ શકાય તેમ છે.
આ Mi wireless handheld sweeper ને ચીનમાં રજુ કરવામાં આવ્યું છે. જેની કિંમત 99 યુઆન( લગભગ 1,030 રૂપિયા) થાય છે. આ ઇલેક્ટ્રિક ઝાડુ કંપનીના ક્રાઇડફંડિક પ્લેટફોર્મ પર પણ ઉપલ્બધ છે.
આ પહેલા Mi LED Smart Bulb પણ લોન્ચ કર્યો છે. આ બલ્બની ખાસ વાત એ છે કે, Mi Home ઍપ્લિકેશનનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જેની મદદથી ગ્રાહક બલ્બ ON/OFF પણ કરી શકે છે. Xiaomiનો દાવો છે કે, LED બલ્બ 11 વર્ષ સુધી ચાલી શકશે, તો આ અંગે મળતી માહિતી મુજબ સ્માર્ટ બ્લબ 1.6 કરોડ કલરને સપોર્ટ કરશે.
આ સ્માર્ટ LED બલ્બ ઍમેજોનના Alexa, ગૂગલ આસિસ્ટન્ટ જેવી વોઇસ આસિસ્ટન્ટને સપોર્ટ કરશે. આ અંગે xiaomiએ જણાવ્યું હતું કે, સ્માર્ટ બલ્બ ઉપયોગ કરવા માટે ગ્રાહકોને કોઇ બ્રિજ કે હબની જરૂર નથી. એટલે કે કોઇ પણ ગ્રાહક આ બલ્બને Mi Home ઍપ્લિકેશનની મદદથી ઉપયોગ કરી શકશે.