ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

મોટોરોલા રેઝરનું પહેલું વેચાણ 15 એપ્રિલ સુધી ટળ્યુ - મોટોરોલા

લેનોવોની માલિકીની સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ ઘોષણા કરી છે કે તે દેશભરમાં લોકડાઉનને પગલે ફોલ્ડેબલ ફ્લેગશિપ મોટો રેઝરનું વેચાણ, જે ભારતમાં 2 એપ્રિલ એ થવાનુ હતું, તેને 15 એપ્રિલ સુધી ટાળવામાં આવ્યુ છે.

Impact of lockdown
મોટોરોલા રેઝર

By

Published : Apr 3, 2020, 8:22 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

મોટોરોલાએ 16 માર્ચે, 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ ધરાવતા એકમાત્ર વેરિઅન્ટ માટે રૂ. 1,24,999 ના ભાવે, ભારતમાં રેઝર (2019) નું અનાવરણ કર્યું હતું.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે , "રાષ્ટ્રીય હિતને ટોચ પર રાખીને, અમે સરકારના નિયમોનું પાલન કરી રહ્યા છીએ અને ઇ-કોમર્સ ભાગીદારો આ ક્ષણે આવશ્યક ચીજવસ્તુ પહોંચાડે તેવુ ઇચ્છીએ છીએ,"

  1. ફોનની બહારનું 2.7 ઇંચનું OLED 'ક્વિક વ્યૂ' ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, વપરાશકાર ને કનેક્ટ રાખશે.
  2. જ્યારે ફોન ખુલ્લો હોય ત્યારે 6.2 ઇંચનું 'ફ્લેક્સ વ્યૂ' ડિસ્પ્લે સાથે 21:9 'સિનેમાવિઝન' દૃષ્ટિ ગુણોત્તર આપે છે - આ જ અલ્ટ્રા-વાઇડ ડાયમેન્શન ફિલ્મ ઉદ્યોગ દ્વારા વપરાય છે.
  3. આ ફોનમાં 16 એમ.પી ડ્યુઅલ યુઝ કેમેરા (એફ / 1.7 અપાર્ચર) છે જે ખુલતી વખતે રીઅર કેમેરા અને જ્યારે બંધ હોય ત્યારે સેલ્ફી કેમેરા બને છે.
  4. આ ફોનમાં 'નાઇટ વિઝન' મોડ છે જેથી અંધારામાં, અત્યંત ઓછી-પ્રકાશ સ્થિતિમાં પણ ઉપયોગ કરી શકાય છે .
  5. આ સ્માર્ટફોન , એન્ડ્રોઇડ 9 પાઇ સોફ્ટવેર અને 'મોટો એક્સપિરિયન્સ' થી સજ્જ છે જે અમારા ચાહકો જાણે છે અને પ્રેમ કરે છે, મોટો રેઝર બ્લોટવેર મુક્ત, જાહેરાત મુક્ત સ્માર્ટફોનનો અનુભવ આપે છે.
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details