સૈન ફ્રાન્સિસ્કો: અમેરિકન ટેક કંપની એપલ (American tech company Apple) ટૂંક સમયમાં જ તેની પાંચમી પેઢીના આઈપેડ એર (apple ipad air fifth generation)ને માર્કેટમાં લોન્ચ કરી શકે છે. તેમાં A15 બાયોનિક ચિપસેટ (apple a15 bionic chipset), સેન્ટર સ્ટેજ સપોર્ટ સાથે 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ ફ્રન્ટ કેમેરા અને સેલ્યુલર મોડલ્સ માટે 5G સપોર્ટ હશે. મેકર્યૂમર્સ અનુસાર નવા આઈપેડ (Apple New Generation iPad Air)ની સાથે ત્રીજી પેઢીના આઈફોન એસઈ (apple iphone se third generation)પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
આઈફોન પર આઈપેડ એર સાથે ઓલેડ ડિસ્પ્લે હશે
નવા આઈપેડ એરની ડિઝાઈન (Design of the new apple iPad Air) વર્તમાન મોડલ જેવી જ હશે, જે સિંગલ લેન્સ રિયર કેમેરા (single lens rear camera apple ipad air) સાથે ઉપલબ્ધ હશે. એપલના વિશ્લેષક મિંગ ચી કુઓએ દાવો કર્યો છે કે, આ વર્ષના અંત સુધીમાં એપલ તેના આઈફોન પર આઈપેડ એર સાથે ઓલેડ ડિસ્પ્લે પણ રજૂ કરશે. આ સાથે તેમનું એ પણ કહેવું છે કે, જો 2022માં આઈપેડ એરમાં ઓલેડ ડિસ્પ્લે (oled display in apple ipad air)નો ઉપયોગ કરવા છતા એપલની મિની ડિસપ્લે ટેકનોલોજી તેના આઇપેડ પ્રો માટે એક્સક્લૂઝિવ રહેશે.