ઍપલે મંગળવારે નવી આઇપૉડ ટચ રજૂ કર્યો કે, જે A 10 ફ્યુઝન ચિપ સાથે આવે છે. જે ગેમ્સમાં સારી કામગીરી અને ગ્રુપ ફેસ્ટાઇમ આપવા માટે બનાવવામાં આવ્યું છે. જેનાથી કુટુંબના સભ્યો, મિત્રો અને સહકર્મીઓ સાથે વાતચીત કરવાનું સરળ બને છે.
એપલે એક નિવેદનમાં જણાવ્યું હતું, કે 32 GB મોડેલ માટે 28,900, 256 GB મોડેલ માટે 38,900 અને એપલના અધિકૃત પુનર્વિક્રેતાઓ અને પસંદગીના માધ્યમો પર ઉપલબ્ધ છે.
પ્રોડક્ટ માર્કેટિંગના એપલ વાઇસ પ્રેસીડેન્ટ ગ્રેગ જોસવાચે જણાવ્યું હતું કે, અમે પ્રદર્શન સાથે સૌથી વધુ સસ્તુ IOS ડિવાઇસને વધુ સારી બનાવી રહ્યા છીએ, જે પહેલાની તુલનામાં બમણી છે, ગ્રુપ ફેસ્ટાઇમ અને વિસ્તૃત વાસ્તવિકતા, ફક્ત $199થી શરૂ થાય છે.