હૈદરાબાદ:સાયબર અપરાધીઓ નિર્દોષ લોકો પાસેથી નાણાં લૂંટવા માટે દરરોજ નવા નવા રસ્તા અપનાવે છે. પોલીસ પણ તેમને પકડી શકતી નથી. દિવસેને દિવસે સાયબર (Cyber Crime In Hyderabad) અપરાધીઓ નવીન વિચારો સાથે પૈસા લૂંટી રહ્યા છે. તાજેતરમાં તેઓએ લોકોને છેતરવા માટે ફેક મનીટ્રાન્સફર એપ્લિકેશન (Fake money transfer application)નો વિકલ્પ પસંદ કર્યો છે. હૈદરાબાદમાં વનસ્થલીપુરમ વિસ્તારમાં ફેક મની ટ્રાન્સફર (Fake Money Transfer In Hyderabad)ની છેતરપિંડી તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આ નકલી મની ટ્રાન્સફર એપ્લિકેશન શું છે? ગુનેગારો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે? ચાલો વનસ્થલીપુરમ (vanasthalipuram hyderabad cyber crime)માં શું થયું તેના આધારે તેના વિશે જાણીએ.
QR કોડ સ્કેન કરી પૈસા કપાયાનો મેસેજ બતાવ્યો- વનસ્થલુપુરમ પોલીસ સ્ટેશન (vanasthalipuram police station) વિસ્તારમાં 9મી એપ્રિલના રોજ એક યુવક સુષ્મા પાસે મની ટ્રાન્સફરની દુકાનમાં આવ્યો હતો. તેણે દુકાનના માલિકને વિનંતી કરી કે તે તેને તાકીદે રૂપિયા 30 હજાર આપે જેથી તે ડિજિટલ પેમેન્ટ એપ (fraud through digital payment apps) દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકે. દુકાન માલિક આ માટે સંમત થયા અને પૈસા ટ્રાન્સફર કરવા માટે તેમણે QR કોડ આપ્યો. યુવકે QR કોડ સ્કેન કરીને તેને પૈસા કપાતનો મેસેજ બતાવ્યો અને તેને રૂપિયા 30 હજાર કેશ આપવા કહ્યું. પરંતુ દુકાનના માલિકે તેને રોકડ આપી નહોતી અને કહ્યું કે તેને મેસેજ મળ્યો નથી કે પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર થયા છે.
આ પણ વાંચો:ઉજ્જૈન સાયબર સેલની ટીમને મળી મોટી સફળતા, 2018માં 67 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ
દુકાન માલિકે રોકડ ન આપતા યુવક જતો રહ્યો- દુકાનના માલિકે યુવકને મેસેજ ન મળે ત્યાં સુધી થોડીવાર રાહ જોવા કહ્યું. તેણે કહ્યું કે તે ઉતાવળમાં હતો તેથી માલિકને તેણે રોકડ આપવા કહ્યું. માલિક આ માટે સંમત ન થયો તેથી યુવકે તેને ઓછામાં ઓછા રૂપિયા 15,000 રોકડ આપવા વિનંતી કરી. માલિક આ માટે પણ સંમત નહોતો. ત્યારબાદ યુવક દુકાન છોડીને ગયો અને દુકાન માલિકે વિચાર્યું કે તે પૈસા લૂંટવા આવ્યો હતો.