સાન ફ્રાન્સિસ્કો વપરાશકર્તા અનુભવને વધારવાના ઉદ્દેશ્ય સાથે, મેટા માલિકીના ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે (Instagram) જાહેરાત કરી છે કે, તે રિલ્સ આઉટ માટે નવી સુવિધાઓ અને અપડેટ્સ (Reels new features and updates) રજૂ કરી રહ્યું છે, જેમાં ઈન્સ્ટાગ્રામ થી ફેસબુક પર ક્રોસ પોસ્ટિંગનો સમાવેશ થાય છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ફોટો શેરિંગ પ્લેટફોર્મના હેડ એડમ મોસેરી ઈન્સ્ટાગ્રામ હેડે (Adam Mosseri Instagram Head) રીલ્સમાં નવા અપડેટની જાહેરાત કરી છે.
આ પણ વાંચોજાણો Reddit દ્વારા કેવી રીતે બનાવી શકશો પ્રોગ્રામ્સ અને એપ્સ
ઈન્સ્ટાગ્રામ થી ફેસબુક પર ક્રોસ પોસ્ટિંગ ઇન્સ્ટાગ્રામ ચીફ એડમ મોસેરીએ પોસ્ટ કરેલા વિડિયોના કેપ્શનમાં જણાવ્યું હતું કે, લોકો માટે તેને શોધવાનું અને વધુ મનોરંજક સામગ્રી શેર કરવાનું સરળ બનાવવા માટે અમે કેટલીક નવી રીલ સુવિધાઓ શરૂ કરી રહ્યા છીએ. એક બટનના ટેપ સાથે, નવું અપડેટ વપરાશકર્તાઓને ઈન્સ્ટાગ્રામ થી ફેસબુક પર રીલ્સને ક્રોસ પોસ્ટ કરવાની મંજૂરી આપે છે. આ ઉપરાંત તાજેતરમાં, મેટા માલિકીના ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે પુષ્ટિ કરી છે કે, તે ટૂંક સમયમાં નવા અતિ ઊંચા ફોટાનું પરીક્ષણ શરૂ કરશે.