લંડન: શરૂઆતમાં લેબોરેટરીની ભૂલ તરીકે (UK monitoring hybrid Deltacron strain ) ઓળખાતો, 'ડેલ્ટાક્રોન' નામનો નવો વેરિઅંન્ટ વાસ્તવિક રીતે ઓમિક્રોન અને ડેલ્ટા સ્ટ્રેઈનનુ હાઈબ્રીડ હોઈ શકે છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના સાપ્તાહિક વેરિઅન્ટ સર્વેલન્સ રિપોર્ટ (UK Health Security Agency report on Deltacron ) અનુસાર, યુકેમાં આરોગ્ય અધિકારીઓએ એક જ સમયે ડેલ્ટા અને ઓમિક્રોન બંનેથી નિદાન કરાયેલ દર્દીને શોધી કાઢ્યો છે. જો કે, એજન્સીએ જણાવ્યું હતું કે, હજુ તે સ્પષ્ટ નથી કે, આ વેરિઅંન્ટ બીજા દેશમાંથી આવ્યો હતો કે, તેનો ઉદ્દભવ બ્રિટનમાં થયો હતો. \
આ પણ વાંચો:વુહાનના વૈજ્ઞાનિકોએ નવા વાઇરસ અંગે આપી ચેતવણી, 3 માંથી 1 દર્દીનું થશે છે મૃત્યુ
UKHSAના સ્ત્રોતે જણાવ્યું કે, અધિકારીઓ નવા વેરિઅંન્ટથી ચિંતિત નથી
UKHSA અધિકારીઓ પણ જાણતા નથી કે, આ નવો વાયરસ કેટલો ચેપી અથવા ગંભીર છે, રસીની તેના પર અસર કરશે કે કેમ ? UKHSAના સ્ત્રોતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અધિકારીઓ આ નવા વેરિઅંન્ટથી ચિંતિત નથી કારણ કે, તેના કેસોની સંખ્યા ઓછી છે, ત્યારે એજન્સીએ એ પણ જાહેર કર્યું નથી કે, તે કેટલી વખત જોવા મળ્યો છે.