- રિલાયન્સ ડિજિટલ ઇન્ડિયા સેલની જાહેરાત
- ટીવી, મોબાઈલ, લેપટોપ, હોમ એપ્લાયન્સિસ પર વિશેષ ડિસ્કાઉન્ટ
- વિશાળ શ્રેણીમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન સ્ટોર્સમાં વિશેષ ઓફરમાં લાભનો સોદો
ન્યૂઝ ડેસ્કઃ રિલાયન્સ ડિજિટલે જાહેરાત કરી છે કે ગ્રાહકો તેના ચાલુ ડિજિટલ ઇન્ડિયા સેલ દરમિયાન તગડા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. કંપનીના જણાવ્યા મુજબ ગ્રાહકો ટેલિવિઝન, ઘરનાં ઉપકરણો, મોબાઇલ ફોન, લેપટોપ અને એસેસરીઝ જેવી કેટેગરીની વિશાળ શ્રેણીમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન સ્ટોર્સમાં વિશેષ ઓફર માટે લાભનો સોદો તપાસી શકે છે.
“વેચાણ તમામ રિલાયન્સ ડિજિટલ માય જિયો સ્ટોર્સ પર અને www.reliancedigital.in પર પણ લાઇવ છે. ગ્રાહકો 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. HDFC બેંક કાર્ડ્સ અને EMI ટ્રાન્ઝેક્શન પર (રૂ. 3,000 સુધી) 16 ઓગસ્ટ સુધી આ લાભ લઇ શકાય છે.”કંપનીએ ETV Bharat સાથે શેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. 31 ઓગસ્ટ સુધી 500 રૂપિયાનું વોલેટ કેશબેક લઘુતમ 100 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર Paytm મારફતે 9,999 મેળવી શકાય છે. ગ્રાહકો ZestMoney દ્વારા 10,000 રૂપિયાથી વધુની ખરીદી પર નો કોસ્ટ EMI સુવિધા તેમજ 10 ટકા કેશબેક (રૂ. 5,000 સુધી) નો ઉપયોગ કરી શકે છે.
Reliance Digital India Sale - લાભની ઓફર
ટેલિવિઝનમાં ગ્રાહકો 13,990 રૂપિયાની કિંમત સાથે સ્માર્ટ ટીવીની વિશાળ શ્રેણીમાંથી પસંદ કરી શકે છે. સાન્સૂઇ 50 ઇંચનું અલ્ટ્રા એચડી સ્માર્ટ એલઇડી ટીવી 43 ઇંચ વેરિએન્ટ (29,990 રૂપિયા) ની કિંમતે ઉપલબ્ધ છે. ઉપરાંત, TCL 55-ઇંચનું અલ્ટ્રા એચડી સ્માર્ટ ટીવી 44,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમાં 19,990 રૂપિયાનું ફ્રી JBL સાઉન્ડબાર સાથે આવે છે.