નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી (WhatsApp Privacy Policy) માં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (Competition Commission of India) ની તપાસ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે (Delhi high court) તપાસને પડકારતી વોટ્સએપ અને તેની પેરન્ટ કંપની મેટા (Facebook)ની અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે 25 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન METAએ કહ્યું હતું કે, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ તે WhatsAppની પણ માલિકી ધરાવે છે, એ આધાર પર ફેસબુકની તપાસ કરી શકે નહીં. મેટા (Meta) વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી (Mukul Rohatgi Advocate) એ કહ્યું હતું કે, મેટાની માલિકી વોટ્સએપ પર છે. પરંતુ આનો અર્થ એ નથી કે, સ્પર્ધા પંચ (CCI inquiry)એ ગોપનીયતાના પ્રશ્નની તપાસ કરવી જોઈએ. તેણે કહ્યું હતું કે, ફેસબુકે 2014માં વોટ્સએપને હસ્તગત કરી લીધું હતું. ભલે મેટા ફેસબુક અને વોટ્સએપની માલિકી ધરાવે છે. પરંતુ બંને સાહસોના માર્ગો અલગ છે અને તેમની નીતિઓ પણ અલગ છે. રોહતગીએ કહ્યું હતું કે, ફેસબુક સામે કંઈ જ મળ્યું નથી. આ નોટિસ સ્વત: સંજ્ઞાન લઈને જારી કરવામાં આવી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટ 2016 અને 2021ની ગોપનીયતા નીતિની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં કોઈ પણ ઓથોરિટીની તપાસ કરવાનો કોઈ અર્થ નથી.
આ પણ વાંચોજાણો Google ફિટબિટએ આ 3 નવાં ફિટનેસ કર્યા પ્રસ્તુત
દિલ્હી હાઈકોર્ટે તપાસ પર સ્ટે આપવાનો ઈન્કાર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફેસબુકની ગોપનીયતા નીતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓ વતી યુઝરની અંગત માહિતી શેર કરવાના મામલાની તપાસ કરવાની જરૂર છે. સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે, લોકો તેમની ગોપનીયતા વિશે ચિંતિત છે અને તેમાંથી મોટાભાગના લોકોને એ પણ ખબર નથી કે, તેમનો ડેટા સોશિયલ મીડિયા જાયન્ટ્સ દ્વારા ત્રીજા પક્ષકારોને શેર કરવામાં આવી રહ્યો છે. કેમ્બ્રિજ એનાલિટીકાનું ઉદાહરણ આપતા કોર્ટે યુઝર્સના ડેટા શેર કરવા પર ચિંતા વ્યક્ત કરી હતી.
ગોપનીયતાના રક્ષણ માટે સામૂહિક સુરક્ષા જરૂરીકેન્દ્ર સરકારે એફિડેવિટ દ્વારા નવા IT નિયમોનું ભારપૂર્વક સમર્થન કરતાં કહ્યું કે, IT નિયમોના નિયમ 4(2) હેઠળ ટ્રેસિબિલિટીની જોગવાઈ વૈધાનિક છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તે ઇચ્છે છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝરની ગોપનીયતા અને એન્ક્રિપ્શનની સુરક્ષા કરે. કેન્દ્ર સરકારે કહ્યું કે, નિયમ 4(2) વપરાશકર્તાની ગોપનીયતાને અસર કરતું નથી. લોકોની ગોપનીયતાના રક્ષણ માટે સામૂહિક સુરક્ષા જરૂરી છે. કેન્દ્ર સરકારે સામાજિક જવાબદારી નિભાવતા આ IT નિયમો લાગુ કર્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આઈટી નિયમોને પડકારતી વોટ્સએપ અને ફેસબુકની અરજી મેન્ટેનેબલ નથી. કેન્દ્રએ કહ્યું છે કે, વોટ્સએપ અને ફેસબુક બંને વિદેશી કંપનીઓ છે અને તેથી તેમને બંધારણના અનુચ્છેદ 32 અને 226નો લાભ આપી શકાય નહીં.