ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

China's Chang E5 Mission: ચીનના ચાંગ ઈ 5 મિશનથી ચંદ્રની સપાટી પર પાણી હોવાના પુરાવા મળ્યા - સાયન્સ જર્નલ સાયન્સ એડવાન્સીઝમાં ખુલાસો

ચંદ્રની સપાટી પર પાણીના પુરાવા મળ્યા (Evidence of water on the surface of the moon) બાદ ઉપગ્રહની શુષ્કતા અંગે નવી માહિતી મળી છે. તેનો ખૂલાસો સાયન્સ જર્નલ સાયન્સ એડવાન્સીઝમાં આપવામાં (Disclosure in Science Journal Science Advances) આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનના ચાંગ'ઈ 5 લેન્ડર (China's Chang E5 Mission) પાસેથી નવી માહિતી પ્રાપ્ત થઈ છે.

China's Chang E5 Mission: ચીનના ચાંગ ઈ 5 મિશનથી ચંદ્રની સપાટી પર પાણી હોવાના પુરાવા મળ્યા
China's Chang E5 Mission: ચીનના ચાંગ ઈ 5 મિશનથી ચંદ્રની સપાટી પર પાણી હોવાના પુરાવા મળ્યા

By

Published : Jan 10, 2022, 2:15 PM IST

બેઈજિંગઃ ચીનના ચાંગ ઈ 5 યાન (લેન્ડર)ને ચંદ્રની સપાટી (China's Chang E5 Mission) પર પાણી હોવાના પુરાવા (Evidence of water on the surface of the moon) મળ્યા છે, જેનાથી ઉપગ્રહની શુષ્કતા અંગે નવી માહિતી મળી છે. સાયન્સ જર્નલ 'સાયન્સ એડવાન્સીઝ'માં શનિવારે પ્રકાશિત એક અભ્યાસમાં (Disclosure in Science Journal Science Advances) કહેવામાં આવ્યું હતું કે, ચંદ્ર પર યાનની ઉતરવાની જગ્યાએ માટીમાં પાણીની માત્ર 120 ગ્રામ પ્રતિ ટનથી ઓછી છે અને તે સ્થાન પૃથ્વીની સરખામણીમાં વધુ શુષ્ક છે.

આ પણ વાંચો-Oneplus 10 Pro In India: લૉન્ચ થાય તે પહેલા વનપ્લસ 10 પ્રોના કેમેરા ફીચર્સ થયા રિવીલ, જાણો શું છે ખાસ

અવકાશ યાનને હવે ખડકો અને માટીમાં પાણીના ચિહ્નો મળ્યા

દૂરસ્થ પરિક્ષણોએ અગાઉ પાણીની હાજરીની પુષ્ટિ કરી હતી, પરંતુ અવકાશ યાનને હવે ખડકો અને માટીમાં પાણીના ચિહ્નો મળ્યા છે. વાહન પર લગાવવામાં આવેલા એક ખાસ સાધન દ્વારા ખડકો અને સપાટીની તપાસ કરવામાં આવી અને પ્રથમ વખત સ્થળ પર પાણી (Evidence of water on the surface of the moon) જોવા મળ્યું હતું.

આ પણ વાંચો-C VIGIL APP: ચૂંટણીમાં ધાંધલ ધમાલ રોકવા માટે 'સી-વિજિલ એપ' બનશે રામબાણ

સમાચાર એજન્સીએ આપી માહિતી

રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ (CAS)ના સંશોધકોને ટાંકીને કહ્યું હતું કે, પાણીની માત્રાનો અંદાજ લગાવી શકાય છે. કારણ કે, પાણીના અણુઓ લગભગ ત્રણ માઈક્રો મીટરની આવર્તન પર શોષાય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, ચંદ્રની જમીનમાં જોવા મળતા ભેજમાં સૌર પવન સૌથી વધુ ફાળો આપે છે. કારણ કે, તેમાં રહેલા હાઈડ્રોજન તત્ત્વથી પાણી બને છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ચંદ્ર ચોક્કસ સમયગાળાની અંદર સૂકાઈ ગયો હતો અને તેનું કારણ સપાટીની નીચે રહેલા ભંડારોમાંથી ગેસનું શોષણ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details