ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

ચીને તેના સ્પેસ સ્ટેશન પર 3 અવકાશયાત્રીઓ મોકલ્યા - CSS

ફી જુનલોંગ, ડેંગ કિંગમિંગ અને ઝાંગ લુ સ્પેસ સ્ટેશન (astronauts to its space station) પર અવકાશયાનમાં સવાર (China sent three astronauts to its space station) છે. CMSAના ડાયરેક્ટરના મદદનીશ જી કિમિંગે મીડિયાને જણાવ્યું કે, ફી મિશનના કમાન્ડર હશે.

Etv Bharatચીને તેના સ્પેસ સ્ટેશન પર 3 અવકાશયાત્રીઓ મોકલ્યા
Etv Bharatચીને તેના સ્પેસ સ્ટેશન પર 3 અવકાશયાત્રીઓ મોકલ્યા

By

Published : Nov 30, 2022, 10:16 AM IST

બેઇજિંગ: US સાથેની કઠિન સ્પર્ધા વચ્ચે ચીને મંગળવારે 3 અવકાશયાત્રીઓને તેના નિર્માણાધીન સ્પેસ સ્ટેશન (astronauts to its space station) પર અવકાશયાન દ્વારા મોકલ્યા હતા. Shenzhou 15 અવકાશયાન ઉત્તર-પશ્ચિમ ચીનના Jiuquan સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં 3 અવકાશયાત્રીઓ (China sent three astronauts to its space station) છે. જેમાં ફી જુનલોંગ, ડેંગ કિંગમિંગ અને ઝાંગ લુ છે. CMSAના ડાયરેક્ટરના મદદનીશ જી કિમિંગે મીડિયાને જણાવ્યું કે, ફી મિશનના કમાન્ડર હશે. આ પ્રક્ષેપણ 'લોંગ માર્ચ 2 એફ' રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું.

સહયોગી પ્રોજેક્ટ:ક્રૂ લગભગ 6 મહિના સુધી ભ્રમણકક્ષામાં રહેશે. તે સમયગાળામાં સ્પેસ સ્ટેશનનું બાંધકામ નીચલી ભ્રમણકક્ષામાં પૂર્ણ થવાની ધારણા છે. ચીન દ્વારા તેના સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવેલ આ ત્રીજું માનવ મિશન છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી ચીન એકમાત્ર દેશ હશે જેની પાસે પોતાનું સ્પેસ સ્ટેશન હશે. કારણ કે, રશિયાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ઘણા દેશનો સહયોગી પ્રોજેક્ટ છે.

ભ્રમણ કક્ષામાં સ્પેસ સ્ટેશન: ચીન દ્વારા અગાઉ જાહેર કરાયેલી યોજના અનુસાર સ્પેસ સ્ટેશન આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ચાઇના સ્પેસ સ્ટેશન (CSS) પણ રશિયન નિર્મિત ISS માટે પ્રતિસ્પર્ધી બનવાની અપેક્ષા છે. નિરીક્ષકોનું કહેવું છે કે, 'આગામી વર્ષોમાં ISS નિવૃત્ત થયા પછી CSS એ ભ્રમણકક્ષામાં રહેનાર એકમાત્ર સ્પેસ સ્ટેશન બની શકે છે.'

ABOUT THE AUTHOR

...view details