ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

2022ના ત્રિમાસિકમાં લોન્ચ થઇ શકે છે ચંદ્રયાન-3 - કોવિડ -19

ભારતના ચંદ્ર મિશન, ચંદ્રયાન -3 ને 2022 ના ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. અંતરિક્ષ રાજ્ય પ્રધાન ડો. જીતેન્દ્રસિંહે કહ્યું કે, કોવિડ -19 મહામારીના કારણે કામની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. અનલોકનો સમયગાળો શરૂ થયા પછી, ચંદ્રયાન -3 પર કામ ફરી શરૂ થયું અને હવે આ કામગીરી પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં છે.

2022ના ત્રિમાસિકમાં લોન્ચ થઇ શકે છે ચંદ્રયાન-3
2022ના ત્રિમાસિકમાં લોન્ચ થઇ શકે છે ચંદ્રયાન-3

By

Published : Jul 29, 2021, 3:48 PM IST

  • ભારત આગામી વર્ષના ત્રિમાસિક ગાળામાં ચંદ્ર પર પોતાનું ત્રીજુ મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરી શકે છે
  • કોરોના વાયરસની મહામારીના કારણે અંતરિક્ષયાનમાં થોડું મોડું થયું છે
  • આ કામગીરી પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં છે

નવી દિલ્હી: અંતરિક્ષ રાજ્ય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારત આગામી વર્ષના ત્રિમાસિક ગાળામાં ચંદ્ર પર પોતાનું ત્રીજુ મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરી શકે છે. કોરોના વાયરસની મહામારીના કારણે અંતરિક્ષયાનમાં થોડું મોડું થયું છે. કાર્યની તાજેતરની સ્થિતિને જોતા આગામી વર્ષના ત્રિમાસિક ગાળા સુધી ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- ભારત 2021 ની શરૂઆતમાં લૉન્ચ કરી શકે છે ચંદ્રયાન 3 મિશન

ચંદ્રયાન-3 ના કામમાં વિવિધ પ્રક્રિયાઓ શામેલ છે

ચંદ્રયાન-3 ના કામમાં વિવિધ પ્રક્રિયાઓ જેવી કે રૂપરેખાઓને અંતિમ રૂપ આપવું, પેટા પ્રણાલીઓનું નિર્માણ, એકત્રીકરણ, અવકાશયાન કક્ષાના વિગતવાર પરીક્ષણો અને પૃથ્વી પરના પ્રણાલીના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટેના કેટલાક વિશેષ પરીક્ષણો શામેલ છે.

આ પણ વાંચો- 2021ની શરૂઆતના 6 મહીનામાં લોન્ચ થઇ શકે છે ચંદ્રયાન-3

કોવિડ -19 મહામારીના કારણે કામની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી

અંતરિક્ષ રાજ્ય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, કોવિડ -19 મહામારીના કારણે કામની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. અનલોકનો સમયગાળો શરૂ થયા પછી, ચંદ્રયાન -3 પર કામ ફરી શરૂ થયું અને હવે આ કામગીરી પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં છે.

ABOUT THE AUTHOR

...view details