ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

ગુગલની મુશ્કેલી વધી, 936 કરોડનો દંડ ફટકાર્યો આપી દીધો મોટો આદેશ - CCI has fined Google Rs 936 crore

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ પ્લે સ્ટોર (fine on Google for Play Store policies) પોલીસીઓને લઈને થઈ રહેલા કેટલાક અયોગ્ય વ્યાપારને લઈને આંખ લાલ કરી છે. એટલું જ નહીં કંપની સામે કાયદેસરની પ્રક્રિયા કરીને મસમોટો દંડ ફટકાર્યો છે. જોકે, આ મામલે ગુગલ કંપનીએ ગંભરતાની નોંધ લઈને વ્યવસ્થિત કરવા માટે ખાતરી આપી છે.

અયોગ્ય વેપાર પ્રેક્ટિસ કેસમાં, CCIએ Googleને રૂપિયા 936.44 કરોડનો દંડ ફટકાર્યો
અયોગ્ય વેપાર પ્રેક્ટિસ કેસમાં, CCIએ Googleને રૂપિયા 936.44 કરોડનો દંડ ફટકાર્યો

By

Published : Oct 26, 2022, 11:25 AM IST

નવી દિલ્હીઃકોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ IT કંપની Google પર 936.44 કરોડ રૂપિયાનો દંડ (CCI imposes fine on Google) ફટકાર્યો છે. CCIએ મંગળવારે કહ્યું કે, પ્લે સ્ટોરની (fine on Google for Play Store policies) પોલીસી મામલે કેટલાક ખોટા સોદા થઈ રહ્યા હતા. જેને ગંભીરતાથી લેવામાં આવ્યા છે. જેના કારણે કંપની પર દંડ ફટકારાયો છે. CCIએ જણાવ્યું હતું કે, ખોટા વેપારી સોદાની પોલીસીને રોકવાની સાથે નિર્ધારિત સમયમર્યાદામાં તેનું વર્તન સુધારવા માટે વિવિધ પગલાં લેવાના રહેશે.

કરોડોનો દંડ:1 અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વખત બન્યું છે, જ્યારે CCIએગુગલ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. અગાઉ તારીખ 20 ઓક્ટોબરના રોજ નિયમનકારે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઈસના સંદર્ભમાં અનેક એવા માર્કેટમાં તેના વર્ચસ્વનો દુરુપયોગ કરવા બદલ Google પર રૂપિયા 1,337.76 કરોડનો દંડ ફટકાર્યો હતો.

936.44 કરોડનો દંડઃCCIએ એવી પણ ચોખવટ કરી દીધી છે કે, પ્લેસ્ટોર પોલીસીનો દબદબો રહ્યો છે. આ કંપનીની એક ખોટી પોલીસી છે. પ્લેસ્ટોર પોલીસીના દબદબાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે 936.44 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુગલનું પ્લેસ્ટોર એન્ડ્રોઈડ મોબાઈલ ડેવલપર્સની ડિસ્ટ્રબ્યુશન ચેનલને ભેગી કરે છે. જે એપ્લિકેશનના માલિકો થકી માર્કેટમાં લાવવામાં આવેલી એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપે છે.

કંપનીનું મૌનવ્રતઃ દંડ સિવાય એવું પણ કહ્યું હતું કે, ગુગલે એપ્લિકેશન ડેવલપર્સની એપ્લિકેશન ખરીદવા માટે કોઈ ત્રીજા પક્ષનો ઉપયોગ કરીને કોઈ બિલિંગ સંબંધીત સેવાઓને પ્રતબંધિત ન કરવી જોઈએ. કોર્ટના આ દેશ પર કંપનીએ આ મામલે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલા તારીખ 21 ઑક્ટોબરના રોજ કંપનીએ એવું કહ્યું હતું કે, કંપની એન્ડ્રોઈડ ડિવાઈસ અંગે જે આદેશ મળ્યો છે એની સમીક્ષા કરીને પગલાં લેશે.

30 દિવસનો સમય: CCI દ્વારા લાદવામાં આવેલ દંડની રકમ કંપનીના સરેરાશ સંબંધિત વકરાના 7 ટકા છે. Google ને જરૂરી નિવેદનો અને અન્ય સંબંધિત દસ્તાવેજો જમા કરાવવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. રેગ્યુલેશન અને અન્ય બાબતોમાં પણ ગૂગલ તપાસ કરી રહી છે. આમાં સમાચાર સામગ્રી અને સ્માર્ટ ટીવીના સંબંધમાં ઇન્ટરનેટ ચીફ દ્વારા કથિત હરિફ વિરોધી પ્રવૃિતઓનો પણ સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details