ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

ભારતમાં લોન્ચ થઈ ફૉક્સવૈગન તાઇગુન - The first product

ફૉક્સવેગનએ ભારતની બજારમાં એમની નાના કદની એક્સયૂવી તાઇગુન લોંન્ચ કરી છે. કંપનીએ આગામી વર્ષ સુધીમાં ભારતમાં નાના કદની કારો એક્સયૂવી વિભાગ માં લગભગ 10 ટકા ભાગીદારી કરવાનો લક્ષ્યને લઈને ચાલી રહી છે.

ભારતમાં લોન્ચ થઈ ફૉક્સવૈગન તાઇગુન
ભારતમાં લોન્ચ થઈ ફૉક્સવૈગન તાઇગુન

By

Published : Sep 24, 2021, 7:38 PM IST

  • ભારતમાં ફૉક્સવેગનનું નવુ મોડલ લોંન્ચ
  • જર્મન કંપનીએ ભારતમાં લોંન્ચ કરી કાર
  • કંપનીનો ભારતીય બજારમાં 5 ટકા હિસ્સો મેળવવાનો લક્ષ્ય

નવી દિલ્લીઃ જર્મનની મુખ્ય ઓટો કંપની ફૉક્સવેગન (વિડબ્લ્યૂ) એ એમના નવા મોડલ તૈગુનને ગુરૂવારે બજારમાં ઉતારવામાં આવી છે. કંપની આગામી વર્ષ સુધીમાં ભારતમાં ઝડપથી વિકસતા મધ્ય કદના સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (એસયુવી) વિભાગમાં લગભગ 10 ટકા હિસ્સો મેળવવાનું લક્ષ્યને ધ્યાને રાખીને ચાલી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી..

કંપનીએ હ્યુન્ડાઇ ક્રેટા અને કિયા સેલ્ટોસ સાથે હરીફાઈ કરવા માટે બજારમાં તાઇગુન કારને લોન્ચ કરી છે, આ કાર જેની શરૂઆતની કિંમત 10.49 થી 17.49 લાખ રૂપિયા વચ્ચે છે.

ભારતમાં 2.0 પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદન

તાઇગુન તેના ભારત 2.0 પ્રોજેક્ટ હેઠળ ફોક્સવેગન (VW)નું પહેલુ ઉત્પાદન કરી રહી છે. વીડબ્લ્યૂ (VW)ગ્રુપે ભારત 2.0 પ્રોજેક્ટ દ્વારા ગ્રુપ ફર્મ સ્કોડા ઓટોના નેતૃત્વ હેઠળ 2025 સુધીમાં ભારતીય પેસેન્જર વ્હીકલ માર્કેટમાં 5 ટકા બજારહિસ્સો હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

ભારતમાં નાના કદની કારનું વેચાણ વધું

તાઇગુનના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતા, ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતમાં મધ્યમ કદનું એસયુવી સેગમેન્ટ એક વિશાળ, વધતું વિભાગ છે જેનું કુલ વાર્ષિક વેચાણ લગભગ ચાર લાખ યુનિટ છે.

ગ્રહકો આ કારને પસંદ કરશે

ગુપ્તાએ જણાવ્યું કે, "પરંતુ જો તમે તેને ખૂબ જ નિરપેક્ષપણે જુઓ, તો ગ્રાહક માટે વિકલ્પો મર્યાદિત છે," ગુપ્તાએ કહ્યું. આ સમયે બે કંપનીઓનું વર્ચસ્વ છે. આથી, હું માનું છું કે તાઇગુન ચોક્કસપણે ગ્રાહકોને વધુ સારી કિંમત આપશે અને આ વિભાગને આગળ વધારશે.

આ મોડલથી કંપની શું અપેક્ષા રાખી રહી છે

કંપનીને તેના નવા મોડલથી શું અપેક્ષા છે તે અંગે સવાલ પૂછવામાં આવતા ગુપ્તાએ કહ્યું, "અમારું લક્ષ્ય ભારતના મધ્યમ કદના એસયુવી વિભાગમાં ઓછામાં ઓછા 10 ટકા બજાર હિસ્સો મેળવવાનું છે."

આ પણ વાંચોઃવર્ષો પહેલા ફોર્ડે જે કારનું નિર્માણ બંધ કર્યું, આજે પણ તે કાર જૂનાગઢમાં અડીખમ

આ પણ વાંચોઃએક એવી ઈલેક્ટ્રીક કાર કે જેના ફિચર્સ જાણશો તો તમે પણ કહેશો, અરે વાહ...

ABOUT THE AUTHOR

...view details