- ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડે તેની મોટરસાયકલો પાછી ખેંચી
- 2,36,966 મોટરસાયકલોના ઇગ્નીશન કોઇલમાં ખામી રહી જતા લીધો નિર્ણય
- ખામીને કારણે નુકસાન સર્જાવાની હતી સંભાવના
નવી દિલ્હીઃ ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડે બુધવારે ઇગ્નીશન કોઇલમાં ખામી હોવાને કારણે 'ક્લાસિક, બુલેટ અને મીટિઅર' મોડેલોની 2,36,966 મોટરસાયકલો સ્વૈચ્છિક રીતે બજારમાંથી પાછી ખેંચી લીધી હતી.
કંપનીએ આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે ઈગનીશન કોઈલમાં ખામી સર્જાતા મિસ ફાયરિંગ, મોટર સાઇકલની પરિવહન ક્ષમતામાં ઘટાડો, ઉપરાંત શોર્ટ સર્કિટ જેવી પણ ઘટનાઓ સર્જાઈ શકે છે.