- કિઆ કોર્પોરેશનની EV શ્રેણી કાર લોન્ચ થશે
- ઓલ ઇલેક્ટ્રિક મોડલ-ઈવી6ની ડિઝાઇન અંગે જણાવ્યું
- કંપની 2026 સુધીમાં 7 EV મોડલ રજૂ કરશે
સિઓલઃ દક્ષિણ કોરિયાની કાર બનાવતી બીજી સૌથી મોચી કંપની કિઆ કોર્પોરેશને હુન્ડાઈ મોટર ગ્રુપના ઈવી પ્લેટફોર્મ પર પોતાના પહેલા ઇલેક્ટ્રિક કાર મોડેલ EV6ની ડિઝાઇન અંગે ખુલાસો કર્યો છે. આ કાર આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.કિઆએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અમારા ઇલેકટ્રિક ગ્લોબલ મોડ્યૂલર પ્લેટફોર્મ- ઈ-જીએમપી પર આધારિત છે. જેમાં ઇલેક્ટ્રિફિકેશન તરફ ધ્યાન આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આગળના સમયમાં તેનો વિસ્તાર અન્ય મોડલોમાં પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ હુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં