નવી દિલ્હી: સતત અને સખત રીતે વધી રહેલા ઈન્ટરનેટના વ્યાપ અને વ્યાપારને કારણે અનેક એવા ડિવાઈસ ધીમે ધીમે ઈન્ટરનેટ સાથે ક્નેક્ટ થઈ રહ્યા છે. જેમાં ન માત્ર મોબાઈલ પણ હવે ટીવી સુધીના માધ્યમો ઈન્ટરનેટ સાથે જોડાઈ રહ્યા છે. એવામાં સ્પીડ અને બેન્ડવીથનો કોઈ ઈસ્યુ ઊભો ન થયા એ માટે ટેલિકોમ કંપનીઓ હંમેશા કંઈક નવું કરતી રહે છે. વીજળીના ચમકારે બદલતા ડિજિટલ યુગમાં ભારતીય ટેલિકોમ કંપની એરટેલે પોતાનું નવું સાહસ IoT માર્કેટમાં લૉન્ચ કરી દીધું છે. આ એક પ્રકારનું એવું ક્નેક્શન છે જેમાં ઈન્ટરનેટ સંબંધી તમામ ડિવાઈસ કે વસ્તુઓ એક જ સર્વિસથી માણી શકાશે. જેની અસર હવે દરેક વ્યક્તિના મોબાઈલના સિમકાર્ડ પર થવાની છે.
કહીં ભી કભી ભીઃભારતીય એરટેલે શરૂ કરેલી નવી સર્વિસથી IoT (Internet of Things) સીધો ફાયદો એ થવાનો છે કે, જ્યારે પણ વ્યક્તિ પોતાના મોબાઈની સાથે ટેલિકોમ ઑપરેટર પર સ્વીચ થાય છે ત્યારે નવું સિમ ખરીદવું પડે છે. પણ હવે ઝંઝટમાંથી છૂંટકારો મેળવવા (IoT connectivity solution) માટે કંપનીએ એક નવું મોડલ તૈયાર કર્યું છે. જેમાં ઈ સિમ મારફતે જે તે મોબાઈલમાં એને એમ્બેડ કરીને એક્સેસ કરી શકાશે. જેની સામે જે તે ટેલિકોમ ઑપરેટર પાસે ઈ સિમ સર્વિસ (eSIM) હોવી અનિવાર્ય છે. તો જ આ વસ્તુને એક્સેસ કરી શકાશે. કારણ કે, આ એક મશીન ટું મશીન ઑપરેટિંગ સિસ્ટમ ટેકનોલોજી છે.
ફેર શું પડેઃઆ નવી ટેકનોલોજીથી મોટો ફાયદો એ થાય છે કે, એક સિમકાર્ડથી જે ચાલું ટેલિકોમ ઑપરેટર છે એમાંથી સ્વિચ થઈને બીજા ટેલિકોમ ઑપરેટરનો સંપર્ક કરીને એનું નેટવર્ક યુઝ કરી શકીએ છીએ. આ માટેની તમામ પ્રકારની ક્નેક્ટિવિટી ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આપે છે. જે માટે ઈ-સિમ હોવું જરૂરી છે. આ ઉપરાંત જે નેટવર્કમાં જોડાવું છે એની પણ ઈ સિમ સર્વિસ હોવી અનિવાર્ય છે. જેથી કરીને જે તે ઑપરેટર સાથે ક્નેક્ટ કરી થઈ શકાય છે.