નવી દિલ્હી:સ્વાસ્થ્ય કેન્દ્રિત એપલ વોચ સિરીઝ 8 એ કથિત રીતે એક બોડી ટેમ્પરેચર સેન્સર (Apple Watch Series 8) સાથે આવશે, જે વપરાશકર્તાને જણાવશે કે, તેમને તાવ આવે છે કે નહીં. બ્લૂમબર્ગના માર્ક ગુરમનના રિપોર્ટ અનુસાર નવી આવનારી (upcoming apple watch features) એપલ વોચ શરીરના તાપમાનમાં થતા વધારાને તપાસવા માટે સક્ષમ હોવી જોઈએ અને પછી તમને પછી તમને થર્મોમીટરનો ઉપયોગ કરી ચેક કરવાનુ (Apple Watch Series 8 features) કહેશે. આ ફિચર સ્ટાન્ડર્ડ એપલ વોચ સિરીઝ 8 અને નવા રગડ વર્ઝન માટે છે, જે સ્પોર્ટ્સ એથ્લેટ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
આ પણ વાંચો:Google હવે વપરાશકર્તાઓને Gmail માં યુનિફાઇડ વ્યૂને નાપસંદ કરવાની મળશે મંજૂરી
તાપમાન માપવાનુ સેન્સર: આગામી લોઅર એન્ચ એપલ વોચમાં (new apple watch launch date) આ સ્વાસ્થ્ય સુવિધા નહીં હોય. જાણીતા એપલ વિશ્લેષક મિંગ-ચી કુઓનુ માનવુ છે કે શરીરનું તાપમાન માપવાના સેન્સરની શરૂઆત આ વર્ષના અંતમાં કરશે. પાછલા એક રિપોર્ટ અનુસાર આ સેન્સરનો ઉપયોગ પ્રજનન ક્ષમતાને મોનિટર માટે પણ કરવામાં આવે છે. શરીરમાં થતા તાપમાનમાં ફેરફારથી કોઈને અ સમજવામાં મદદ મળી શકે છે કે, તેઓના પ્રેગ્નેન્ટ થવાની સંભાવના ક્યારે કેટલી છે.
watchOS 9 નવા ફિચર: watchOS 9 નવા ફિચર (watchOS 9 new features) સાથે આવશે, જેમાં એક વર્કઆઉટ એપ્લિકેશન, સ્લીપ સ્ટેજ અને એક પ્રકારની Afib હિસ્ટ્રી ફીચર, એક મેડિટેશન એપ અને ઘણુ બઘુ હશે. Appleના ચીફ ઓપરેટિંગ ઓફિસર જેફ વિલિયમ્સે જણાવ્યું હતું કે, આ watchOS 9 એપલ વૉચના અનુભવને ફિટનેસ, ઊંઘ અને હૃદયના સ્વાસ્થ્ય વિશે વૈજ્ઞાનિક રીતે માન્ય સમજ સાથે નેક્સ્ટ લેવલ પર લઈ જશે.
આ પણ વાંચો:WhatsApp ટૂંક સમયમાં લાવી રહ્યું છે એક નવું ફીચર,જાણો તેના વિશે
AFib હિસ્ટ્રી ફીચર: કંપનીએ કહ્યું કે watchOS 9 સ્લીપ એપમાં સ્લીપ સ્ટેજ લાવે છે અને નવી FDA-ક્લીયર AFib હિસ્ટ્રી ફીચર જે યુઝરની કન્ડિશનમાં ઊંડી સમજ આપે છે. watchOS 9 સાથે, જે વપરાશકર્તાઓને Afib નું નિદાન થયું છે તેઓ Afib હીસ્ટ્રી ફીટર ચાલુ કરી શકે છે અને વપરાશકર્તાના હૃદયની લય કેટલી વાર AFib ના ચિહ્નો દર્શાવે છે તેના અંદાજ સહિત મહત્વની માહિતીને ઍક્સેસ કરી શકે છે. આથી તેમની સ્થિતિ સમજવામાં મદદ મળી શકે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ ગયા મહિને ન્યુરોલોજી કંપની રુન લેબ્સ દ્વારા વિકસિત સોફ્ટવેરને મંજૂરી આપી હતી જેથી પાર્કિન્સન રોગવાળા લોકોને એપલ વોચ દ્વારા તેમના લક્ષણો ટ્રેક કરવામાં મદદ મળી શકે. (IANS)