ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

એપલ સિલિકોન iMac નવા ડિઝાઇન અને ડિસપ્લે સાથે થઇ શકે છે લોન્ચ - science and tech

એપલ સિલિકોન iMacની ડિઝાઇનને અપડેટ કરી રહી છે. iMacની અત્યારની 27 ઇંચથી પણ સાઇઝ વધી શકે છે.

એપલ સિલિકોન iMac નવા ડિઝાઇન અને ડિસપ્લે સાથે થઇ શકે છે લોન્ચ
એપલ સિલિકોન iMac નવા ડિઝાઇન અને ડિસપ્લે સાથે થઇ શકે છે લોન્ચ

By

Published : Apr 6, 2021, 6:08 PM IST

  • એપલ લાવી શકે છે iMacની નવી ડિઝાઇન
  • 27 ઇંચથી પણ iMacની સાઇઝ પણ વધી શકે છે
  • ડિઝાઇનમાં પણ થઇ શકે છે ફેરફાર

સેન ફ્રાન્સિસકો: એપલ કે જે અત્યારે બે સાઇઝમાં એટલે કે 21.5 અને 27 ઇંચના iMac વેચી રહી છે તે આગામી દિવસોમાં 27 ઇંચથી પણ સાઇઝ વધારી શકે છે. 9to5Mac દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવા iMacમાં તેની ડિઝાઇનમાં ફેરફાર થઇ શકે છે. અત્યારે iMacની ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે. નવા મેકની ડિઝાઇન 2018ના iPad Proની ડિઝાઇન પર આધારિત હોઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે 21.5 ઇંચનું iMacને રિડિઝાઇન કરીને 24 ઇંચનું બનાવાશે. 27 ઇંચના iMacની સાઇઝ પણ વધારી શકાય છે.

વધુ વાંચો:આ વર્ષના અંતમાં એપલ લોન્ચ કરશે તેનું નવુ મોડેલ

થોડા મહિના અગાઉ કંપનીએ બંધ કર્યા બે મોડલ

આ નવું iMac આગામી કેટલાક મહિનાઓમાં એપલની સિલિકોન ચીપ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. થોડા મહિનાઓ અગાઉ કંપનીએ iMac Proના બે મોડલ્સ બંધ કર્યા છે. જે ફેબ્રુઆરી માસથી કંપનીની સાઇટ પર અનઅવેલેબલ છે. જો કે કંપનીએ એ જાહેર નથી કર્યું કે આ થોડા સમય પુરતો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ નિર્ણય પરમેનન્ટ રીતે લેવામાં આવ્યો છે.

વધુ વાંચો:Apple iphone 12 સિરીઝ લોન્ચ, જાણો ફીચર્સ

ABOUT THE AUTHOR

...view details