સૈન ફ્રાન્સિસ્કો: એન્ડ્રોઇડ 13 (Android 13) ઘણી આઘુનિક સુવિધાઓ લઇને મેદાને ઉતર્યો છે. એક નવા રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, નેક્સ્ટ જનરેશન એન્ડ્રોઇડ 13 પ્લેટફોર્મ (next-gen Android 13 platform) લોક સ્ક્રીન દ્વારા QR કોડ સ્કેન લોન્ચ (QR code scans via the lock screen) કરવાની ક્ષમતા ઉમેરી શકે છે.
લોક સ્ક્રીન પર 'શો QR સ્કેનર' સક્ષમનો વિકલ્પ
માહિતી અનુસાર, લોક સ્ક્રીન પર 'શો QR સ્કેનર' સક્ષમ કરવાનો વિકલ્પ હશે. આ સુવિધા ક્વીક ટૉગલ સેટિંગ્સમાં દેખાશે. હાલમાં Google આ સુવિધા ઉમેરવા પર વિચારી રહ્યું છે, જ્યારે સેમસંગ પહેલેથી જ આ વિકલ્પ પ્રદાન કરી રહ્યું છે. હાલમાં, સ્પષ્ટ નથી કે QR કોડ સ્કેન વિકલ્પને સક્રિય કરવાથી નવી એપ્લિકેશન શરૂ થશે કે Google લેન્સ એપ્લિકેશનનો (Google Lens app) ઉપયોગ થશે. એન્ડ્રોઇડ 13 પ્લેટફોર્મ એપ્સને ટેપ વડે શેર કરવાની મંજૂરી આપશે.
એન્ડ્રોઇડ 13માં ડેબ્યુ કરતી નવી 'મીડિયા TTT' સુવિધા
એન્ડ્રોઇડ 13માં ડેબ્યુ કરતી નવી 'મીડિયા TTT' સુવિધા દેખીતી રીતે Android 13 ચલાવતા ઉપકરણોને તેમના ફોનમાંથી નજીકના સ્પીકર અથવા અન્ય ઉપકરણ પર મીડિયા ટ્રાન્સફર કરવાની સુવિધા આપશે. એન્ડ્રોઇડ 13 પ્લેટફોર્મ બ્લૂટૂથ દ્વારા ઓડિયો સ્ટ્રીમિંગમાં મોટા સુધારાઓ પણ રજૂ કરશે.