નવી દિલ્હી: નવી દિલ્હી ડિસેમ્બર 21 ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે બુધવારે ગુજરાત (5G services in Gujarat)માં અમદાવાદ અને ગાંધીનગરમાં હાઇ સ્પીડ 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી (Airtel launches 5G services in Ahmedabad) હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં 5G (Airtel launches 5G services Gandhinagar) સેવાઓ લાઈવ થઈ ગઈ હોવાની જાહેરાત કરતા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, આ સેવાઓ હાલમાં અમદાવાદમાં SG હાઈવે, મેમનગર, સેટેલાઈટ, નવરંગપુરા, સાબરમતી, મોટેરા, ચાંદખેડા, દક્ષિણ બોપલ, ગોમતીપુર, મેમ્કો, બાપુનગર ખાતે કાર્યરત છે. આ ઉપરાંત કોબા, રાયસન, સરગાસણ, પેથાપુર અને ગાંધીનગર શહેરમાં અન્ય મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે.
નેટવર્કને વધારવાની યોજના:એરટેલે જણાવ્યું હતું કે, તે સમયાંતરે સમગ્ર શહેરમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવતા નેટવર્કને વધારવાની યોજના ધરાવે છે. "એરટેલ 5G પ્લસ સેવાઓ તબક્કાવાર ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. કારણ કે, કંપની તેના નેટવર્કનું નિર્માણ કરવાનું ચાલુ રાખે છે અને રોલ આઉટ પૂર્ણ કરે છે," ટેલ્કોએ જણાવ્યું હતું.