હૈદરાબાદ: હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન નસીર ખાન મેકલેરેન 765LT સ્પાયડરના માલિક બન્યા છે. જે ભારતમાં વેચાણ માટે સત્તાવાર રીતે ઉપલબ્ધ સૌથી મોંઘી સુપરકાર્સમાંની એક છે. મેકલેરેન765LT સ્પાયડર (McLaren 765 LT Spyder) ભારતની સૌથી મોંઘી સુપરકાર્સમાંની એક (Indias most expensive supercar) છે. જેની કિંમત રૂપિયા 12 કરોડ છે. આ કાર તાજેતરમાં હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસ ખાતે નસીર ખાન લઈને આવ્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, ખાન ભારતમાં 765 LT સ્પાઈડરનો કદાચ પ્રથમ ગ્રાહક છે.
કારની ખાસિયત: સુપરકાર કૂપ વર્ઝન જેવી જ અત્યંત એરોડાયનેમિક ડિઝાઇન આપે છે. તેની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, કન્વર્ટિબલ કારની છત માત્ર 11 સેકન્ડમાં ખુલે છે. આ કાર 4.0L ટ્વીન ટર્બોચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે અને એન્જિન 765 PS અને 800 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. નસીરખાન પોતાને કાર કલેક્ટર અને ઉદ્યોગસાહસિક તરીકે વર્ણવે છે. તેમને તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર વિવિધ લક્ઝરી કાર સાથે જોઈ શકાય છે.