ગુવાહાટીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Authority of India)ના ચેરપર્સન ડૉ. પી.ડી. વાઘેલાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 5G ટેક્નોલોજીની રજૂઆત ભારતને ડિજિટલ સશક્તિકરણના લક્ષ્યને હાંસલ કરવામાં અને લોકોની સુખાકારીમાં સુધારો કરવામાં સક્ષમ (5G will improve network performance in India) બનાવશે. "5G ટેક્નોલોજી નેટવર્ક કામગીરીમાં નોંધપાત્ર સુધારાઓ પ્રદાન કરશે અને દેશને અભૂતપૂર્વ વૃદ્ધિના માર્ગ પર મૂકીને ઉદ્યોગો અને સમાજમાં પરિવર્તન લાવી શકે છે. 5G વિવિધ ઉદ્યોગો અને સમગ્ર અર્થતંત્ર પર વ્યાપક અસર કરશે," તેમણે અહીં એક વર્કશોપમાં જણાવ્યું હતું.
ડિજિટલ ઈન્ડિયા:વાઘેલાએ એમ પણ કહ્યું કે, ભારત હવે 117 કરોડ ટેલિકોમસબ્સ્ક્રાઇબર્સ અને 825 મિલિયન બ્રોડબેન્ડ ગ્રાહકો સાથે વિશ્વનું બીજું સૌથી મોટું ટેલિકોમ માર્કેટ છે. તેમણે કહ્યું કે, ભારતે બે બાબતો માટે ટેક્નોલોજીને મુખ્ય તત્વ તરીકે માની છે. એક ઝડપી આર્થિક વૃદ્ધિ માટે અને બીજી સામાજિક અને ડિજિટલ સમાવેશ માટે. તેમના મતે, ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામે ટેક્નોલોજીના ઉપયોગને વિસ્તારવામાં ઘણી મદદ કરી છે અને ડિજિટલ ઈન્ડિયા પ્રોફાઇલમાં વિવિધ ક્ષેત્રોમાં ભારે પરિવર્તન જોવા મળ્યું છે.