- IT એક્સિક્યુટિવે રેન્સમવેરના અટેકને સ્વિકાર્યો
- એક્સિક્યુટિવ્સમાં ડેટા સુરક્ષા અંગે ચિંતા
- વિશ્વમાં વધી રહ્યાં છે રેન્સમવેરના અટેક
નવી દિલ્હી: 4 માંથી 3 IT એક્સિક્યુટિવ્સે (74 ટકા) દેશમાં થયેલા સર્વેમાં ભાગ લીધો અને જણાવ્યું છે કે તેમન કંપની પર રેન્સમવેર વાઇરસનો અટેક થયો છે. ક્લાઉડ અનએબલ સિક્યુરિટી સોલ્યુશન પ્રોવાઇડર બારાકુડા નેટવર્કે જણાવ્યું છે કે 84 ટકા સંસ્થાએ જણાવ્યું છે કે તેઓ માત્ર ઑફિસ 365 પર બેકઅપ સ્ટોર કરવા અને રિકવર કરવા માટે નિર્ભર છે જ્યારે 89 ટકા એક્સિક્યુટિવ્સ રેન્સમવેર દ્વારા ઑફિસ 365 ડેટાને લોક કરવા અંગે ગંભીર છે. આ રિસર્ચ દેશના 213 એક્સિક્યુટિવ્સમાં કરવામાં આવ્યો હતો જેમાં માઇક્રોસોફ્ટ ઑફિસ 365 અને તે સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર કરવામાં આવ્યો હતો.
વર્કફ્રોમ હૉમના સમયગાળામાં ઑફિસ 365ની જરૂરત વધી
બારાકુડા નેટવર્કેના કન્ટ્રી મેનેજર મુરલીએ જણાવ્યું હતું કે ગત વર્ષથી ઘરેથી કામ કરવાની શરૂઆત થઇ જેના કારણે શેર પોઇન્ટ, વન ડ્રાઇવ પર નિર્ભરતા વધી છે ત્યારે ઑફિસ 365ની જરૂરત અગાઉના વર્ષો કરતાં અનેક ઘણી વધી છે અને તેની સુરક્ષા વધારે કપરી બન્યું છે. આથી સંસ્થાનો સરળતાથી ઉપયોગમાં લઇ શકાય તેવા બેકઅપ ઓપ્શન્સ શોધી રહ્યાં છે જે ઝડપથી વાપરી શકાય, સરળતાથી રન થાય અને બેકઅપ લઇ શકાય.