ભારત અને પાકિસ્તાન વચ્ચે નવો શસ્ત્રવિરામ લાંબો ચાલશે?
નવા યુદ્ધ વિરામ સંદર્ભે થયેલી સર્વસંમતિ, એક સમજૂતી જેના પર ભારત અને પાકિસ્તાને નવેમ્બર 2003માં હસ્તાક્ષર કર્યા હતા, તે હુર્રિયત અને પાકિસ્તાન વચ્ચે અણબનાવ વધી રહ્યા છે અને વાસ્તવિક અંકુશ રેખા (LAC)એ તણાવ ઘટાડવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેની પૃષ્ઠભૂમિમાં આ અગત્યનું છે.
ભાજપની સરકાર વર્ષ 2014માં આવી તે પછી ગયા સપ્તાહ સુધી સીમા પર અથડામણોમાં કોઈ ઘટાડો આવ્યો નહોતો. જ્યારે દેશને કંઈ નિવેદન આપવું હોય અથવા કોઈ કાર્ય પર દુઃખ વ્યક્ત કરવું હોય, તો તેમાં (અથડામણોમાં) વધારો થતો હતો અને એવું માનવામાં આવતું હતું કે, તે તેમની વિદેશ નીતિને અનુકૂળ આવતું નથી. ભારતીય સંસદનો પાંચ ઑગસ્ટનો નિર્ણય પાકિસ્તાન માટે કષ્ટદાયક રહ્યો અને તેનાથી શસ્ત્રવિરામ રેખા પર રહેતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. અનેક સપ્તાહ અને મહિના સુધી સતત તોપમારાનો તેમણે સામનો કરવો પડ્યો હતો.
શસ્ત્રવિરામ રેખાને અંકુશ રેખા (LOC) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચે છે. એક ભારત બાજુએ છે અને બીજું પાકિસ્તાને પચાવી પાડ્યું છે. તે ક્યારેક ક્યારેક હિંસાત્મક રહે છે. બંને બાજુએ રાજકીય ચેષ્ટાના સાધન તરીકે CFV (શસ્ત્રવિરામનો ભંગ)નો પડઘો પાડે છે. જો એક પક્ષે બીજા પક્ષ તરફ અપ્રસન્નતા દાખવવી હોય તો શસ્ત્રવિરામનો ભંગ કરવો એ અસંમતિ દાખવવાનું એક સાધન બની જતું હતું.
24 ફેબ્રુઆરીએ શસ્ત્રવિરામ અમલમાં આવી ગયો હતો. આ નવા યુદ્ધવિરામ કરાર પછી તોપો શાંત પડી ગઈ. અગાઉ અંકુશ રેખાએ નીરવતા અપશુકન તરીકે ઓળખાતી હતી. કારણ કે, તે બહુ ઝાઝી ટકતી નહોતી અને અચાનક તોપમારા અને તે પછી ગોળીબાર દ્વારા આશ્ચર્ય અપાતું હતું. બરફ પીગળવું અથવા હિમવર્ષા પહેલાંની ઋતુ ત્રાસવાદીઓ માટે માર્ગ ખોલી આપતી હતી. જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશતા સંખ્યાબંધ ત્રાસવાદીઓનો પ્રવેશ જો પાકિસ્તાન અને ભારતની બંને બાજુએ અગ્રણી ચોકીઓ વચ્ચે ગોળીબાર ન થાય તો શક્ય બનતો નહોતો. એ પણ જાણીતી હકીકત છે કે, ત્રાસવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ તો જ કરતા, જ્યાં સુધી ત્રાસવાદી જૂથ ભારતમાં પ્રવેશી ન લે ત્યાં સુધી ભારતીય સુરક્ષા દળોને વ્યસ્ત રાખવા પાકિસ્તાન તરફથી આવરણ (કવર) ગોળીબાર ન થાય.
આ પણ વાંચો:પાકિસ્તાનમાં ઈમરાન ખાનને ઝટકો, સેનેટ ચૂંટણીમાં ગિલાનીએ શેખને 5 વોટથી આપી મ્હાત
નવી સંધિથી ઘૂસણખોરીના પ્રયાસોમાં ભારે તફાવત આવશે. હકીકતે, 25 ફેબ્રુઆરીએ સેનાના વડા નરવણેનું નિવેદન બંને દેશો પડદા પાછળની કૂટનીતિ દ્વારા કઈ રીતે ત્રાસવાદ પર પૂર્ણવિરામ મૂકવા અથવા તેને સૌથી નીચા સંભવિત સ્તરે લાવવા સંમત થયા હતા. સેનાના વડાએ શસ્ત્રવિરામની સમજૂતીનું સ્વાગત કર્યું અને કહ્યું કે, ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી ચાલુ રહેશે, તેનો અર્થ એ કે, તેમના માટે કોઈ નિર્ગમનનો માર્ગ ખુલ્લો નહીં રહે. ખરેખર તો એ શસ્ત્રવિરામની રેખા જ છે જે ત્રાસવાદીઓના નિર્ગમન અને પ્રવેશમાં સુવિધાદાયક છે અને જો ત્યાં ગોળીબારનો વિનિમય બંધ થઈ જાય તો તેની આરપાર ઘૂસણખોરી કરવા કે જવા માટે કોઈ સહાયની સંભાવના રહેતી નથી.
કાશ્મીર પ્રત્યે પાકિસ્તાનની નીતિમાં બહુ મોટું પરિવર્તન છે. પાકિસ્તાન હંમેશાં દાવો કરતું આવ્યું છું કે, કાશ્મીર તેનો મહત્ત્વનો મુદ્દો છે. છત્ર જૂથ યુનાઇટેડ જેહાદ પરિષદના વડા યુસૂફ શાહ ઉર્ફે સૈયદ સલાહુદ્દીન જેવા ત્રાસવાદીઓ માટે આગામી સમય મુશ્કેલીનો રહેવાનો છે. સમજૂતી પ્રત્યે દુઃખ વ્યક્ત કરનાર, હુર્રિયતના વડા સૈયદ અલી શાહ ગિલાની કે જે સૈયદ સલાહુદ્દીન વિચારધારાને મહત્ત્વનું સમર્થન આપે છે તેમને ચેતવણીનો સૂર મળી ગયો છે. ભારત સાથે શસ્ત્રવિરામની સમજૂતી બાબતે પાકિસ્તાનને લખેલા પત્ર દ્વારા ટીકા કરવા અને સંશય બતાવવા માટે કાશ્મીર પર સંસદની ખાસ સમિતિએ ગિલાનીની ઝાટકણી કાઢી છે.
આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન સરહદ પર શાંતિ જાળવી રાખવા સમજૂતિના કરાર પર સહમતિ
પાકિસ્તાન માટે, એફએટીએફની ગ્રે યાદીમાંથી બહાર નીકળવું એ ટોચની પ્રાથમિકતા છે અને તે માટે તેમણે ચુસ્ત રીતે કાર્યમાળખાને અનુસરવું પડશે. સીમા હિંસા અને ત્રાસવાદને સમર્થન આ કાર્યમાળખામાં બંધ બેસતાં નથી. પાકિસ્તાન ગ્રે યાદીમાં રહે છે તેનું પ્રાથમિક કારણ કાશ્મીરમાં ત્રાસવાદ જ છે. આ શસ્ત્રવિરામ પાકિસ્તાનને અનેક રીતે લાભદાયક બની રહે છે.
એફએટીએફ સિવાય, અન્ય એક બાબત જે પાકિસ્તાન અને ચીન બંનેને લાભદાયક બની રહેવાની છે, તે કોઈ ઘોંઘાટ વગર સીપીઇસી અંગેની પ્રવૃત્તિ છે. ભારત ગિલગિટ-બાલ્ટિસ્તાન અંગે ખાસ બોલતું નથી. પાકિસ્તાને બંધારણમાં કેટલાક મોટા ફેરફાર કરીને તેને પાંચમો પ્રાંત બનાવી દીધો છે. સમજૂતીથી ચીનની મુખ્ય પરિયોજના, બીઆરઆઈ કે જે આ પ્રદેશમાંથી પસાર થાય છે તેની અખંડ પ્રવૃત્તિ થતી રહેશે.
આનાથી ઉલટ, ભારત જમ્મુ-કાશ્મીરમાં બધી વિકાસ પરિયોજનાઓ કોઈ પણ વિચલન વગર કરતું રહેશે. કારણ કે, જો તાજી શસ્ત્રવિરામ સમજૂતી લાંબી ટકશે તો સરહદ પારથી કોઈ વિઘ્ન નડશે નહીં. ભારત માટે હવે એક માત્ર પડકાર એ છે કે, પાકિસ્તાન જે રીતે અલગતાવાદી નેતૃત્વને સંભાળશે તે રીતે તે પણ મુખ્યધારાના રાજકીય નેતૃત્વને સંભાળે. એક તરફ, ભારતની અંદરનો ત્રાસવાદ વધી રહ્યો છે અને બીજી તરફ, મુખ્યધારાનું નેતૃત્વ અલગતાવાદી રસ્તે ચાલી રહ્યું છે. તે ભારત અને પાકિસ્તાન બંને માટે મોટો પડકાર ફેંકવા જઈ રહ્યા છે. એ જોવું રસપ્રદ રહેશે કે અલગતાવાદી વિચાર સાથે કામ કરવા માટે મોદી સરકાર લોખંડી હાથનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે કે, પછી પાકિસ્તાનના શાંત રહેવાથી તે શાંત રસ્તો અપનાવશે.