ગુજરાત

gujarat

ETV Bharat / opinion

નેપાળમાં ફરીથી ઓલી માટે સારો સમય પરત ફર્યો છે ? - નેપાળના વડાપ્રધાન કે. પી. ઓલી

કાઠમંડુ: એવું લાગી રહ્યું છે કે મુશ્કેલીમાં મૂકાયેલા નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલી માટે ફરીથી સમય સાનુકૂળ થઈ રહ્યો છે. રવિવારે નેપાળની સુપ્રીમ કોર્ટે નેપાલ સામ્યવાદી પક્ષ (CPN)ના એકીકરણને નકારી કાઢ્યું છે. તેના કારણે ઓલીને હાલ પૂરતી રાહત મળી છે. 2018ની ચૂંટણીઓ પછી ઓલીની આગેવાની હેઠળના CPN અને પ્રચંડની આગેવાની હેઠળના માઓવાદી સેન્ટર વચ્ચે સંયુક્ત સરકાર બની હતી.

Time is again on Olis side in Nepal
Time is again on Olis side in Nepal

By

Published : Mar 11, 2021, 6:42 PM IST

તેઓ રાજી થાય તેનું કારણ એ છે કે સામ્યવાદી પક્ષમાં ભાગલા પડ્યા તે પછી તેઓ હવે UMLના અસલી હકદાર એવા જૂથના નેતા છે તેમ માની શકે છે. એ જ રીતે માધવ નેપાલ પણ UMLમાં પરત ફર્યા છે અને તેના નેતા બન્યા છે.

નેપાળનો શાસક પક્ષ આ રીતે વિખેરાઈ ગયો છે. સામી બાજુએ ઓલીના વિરોધમાં તૈયાર થયેલા મોરચામાંથી પ્રચંડ પણ જુદા થઈ ગયા છે અને તેઓ હવે પોતાના જૂના માઓવાદી સેન્ટરમાં પરત ફર્યા છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તે પછી માધવ નેપાલે પણ પોતાના નવા સાથી પ્રચંડનો સાથ છોડી દીધો અને પરત ફર્યા છે. સુપ્રીમ કોર્ટે UML અને માઓવાદી સેન્ટરના જોડાણને માન્ય રાખ્યું છે. ઓલીએ જ ચૂંટણીઓ પહેલાં 2017માં સંયુક્ત NCP માટેનો વિચાર આપ્યો હતો.

તેમનો વિચાર કામ કરી ગયો હતો અને પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ આવ્યો અને પક્ષી જીતી શક્યો. ભારતમાં તેના કારણે ચિંતા પેઠી હતી, પરંતુ ચીન ખુશખુશાલ ઈને નવા સંયુક્ત સામ્યવાદી પક્ષના સમર્થનમાં આવી ગયો હતો. હિમાલયના પહાડોમાં આ રીતે ચીનને માફક આવે તેની સામ્યવાદી સરકાર સત્તામાં આવી ગઈ હતી.

તે પછીના હાલના સમયમાં ઓલીએ નવો દાવ ખેલ્યો અને ત્રણ મહિના પહેલાં સંસદને વિખેરી નાખી. તેના કારણે તેમની વિરુદ્ધમાં પ્રચંડે CPNનો મોરચો ખોલ્યો હતો. ઓલીએ અણધારી રીતે સંસદને વિખેરી નાખી તેના કારણે તેમના પોતાના પક્ષના સાથીઓ પણ નારાજ થઈ ગયા હતા. પ્રચંડ અને માધવ નેપાલ પણ નારાજ હતા. જોકે હવે આ મામલો આખો નવેસરથી આકાર લેશે, કેમ કે 23 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સંસદને વિખેરી નાખવાના નિર્ણયને નકારી કાઢ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ રીતે એક નવો ચીલો પાડ્યો છે અને ભાવિ વડા પ્રધાનોને ચેતવણી આપી છે કે તેઓ ઓલીને જેમ કોઈ પણ નાના બહાનો પોતાની મરજીથી સંસદને વીખેરી શકશે નહિ.

જોકે આ અઠવાડિયે સ્થિતિએ વળી નવો વળાંક લીધો. NCP યુનિટીને નકારી કાઢીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને પક્ષો અલગ છે. તે રીતે 2017માં ચૂંટણી પહેલાંની જે સ્થિતિ હતી તે પ્રમાણે UML અને માઓવાદી સેન્ટર બંને અલગ અલગ રાજકીય પક્ષો છે. આ ચુકાદાનો અર્થ એ થયો કે ઓલી, નેપાલ, પ્રચંડ અને બીજા નેતાઓએ હવે નવેસરથી વાટાઘાટો કરીને મોરચો તૈયાર કરવો જરૂરી છે. સાથે જ આ ચુકાદના કારણે સાંસદોએ પોતે જે પક્ષમાંથી જીત્યા હતા તેની સાથે જ રહેવું પડશે. તે સંજોગોમાં હવે ઓલી સામે અવિશ્વાસની દરખાસ્ત આવે છે કે કેમ તે જોવાનું રહે છે.

સુપ્રીમ કોર્ટના હુકમ સાથે NCP હવે ભૂતકાળ બની ગઈ છે અને હવે UML એ સૌથી મોટો પક્ષ છે. લોકસભામાં 275 બેઠકોમાં હવે તેના સૌથી વધુ 121 સાંસદો છે. બીજા નંબરે નેપાલી કોંગ્રેસ છે, જેની પાસે 63 સાંસદો છે અને ત્રીજા નંબરે માઓવાદી સેન્ટર છે જેની પાસે 53 સાંસદો છે. બાબુરામ ભટ્ટરાઇની આગેવાની હેઠળના જનતા સમાજવાદી પક્ષના પણ 34 સાંસદો છે, જ્યારે ત્રણ નાના પક્ષોના સાંસદો છે અને એક અપક્ષ છે.

અવિશ્વાસની દરખાસ્ત માથે આવીને ઊભી છે ત્યારે ઓલી, નેપાલ અને પ્રચંડે ત્રણેય માટે સત્તા બચાવી રાખવા માટે નવા નવા સાથીઓ શોધવા જરૂરી બની ગયા છે. અત્યારે નેપાળમાં રાજકારણમાં ગતિવિધિઓ તેજ બની ગઈ છે અને હજી સુધી કોઈ એક મોરચા પાસે સ્પષ્ટ બહુમતી હોય તેમ લાગતું નથી.

પરંતુ સવાલ એ છે કે શું ઓલી સામેની મુશ્કેલીઓ દૂર થઈ છે? અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવાનો આવશે ત્યારે તેમના સાથી સાંસદો તેમની સાથે રહેશે ખરા? એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે ઓલી અગાઉ કરતાં વધારે આત્મવિશ્વાસભર્યા દેખાઈ રહ્યો છે.

-સુરેન્દ્ર ફૂયાલ

ABOUT THE AUTHOR

...view details