ન્યૂઝ ડેસ્ક :૨૧ દિવસના ઘર-વાસના સમયગાળાનું આ છેલ્લું સપ્તાહ છે ત્યારે દેશમાં કોરોના નિયંત્રણની હદ આ મહિનાની ૧૬મી તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ભારતમાં પહેલાં પાંચસો કેસ નોંધાવા માટે ૫૫ દિવસો લાગ્યા. પરંતુ પ્રવર્તમાન ૩,૫૦૦ કેસમાં બીજા પાંચસો કેસ એક જ દિવસમાં ઉમેરાયા તે હકીકત બતાવે છે કે હવે પરિસ્થિતિ જોખમી બની રહી છે. લક્ષણો સાથેના તમામ દર્દીઓની તપાસ થશે ત્યારે જ કોરોના કેટલો ફેલાયો છે તેનું વાસ્તવિક ચિત્ર ખબર પડશે તેવા નિષ્ણાતોના મતને નકારી શકાય નહીં. ટેસ્ટિંગ કિટની મર્યાદિત પ્રાપ્યતાના કારણે સરકારે પહેલી પ્રાથમિકતા જે લોકો વિદેશથી પરત ફર્યા અને જેમનામાં પૉઝિટિવ લક્ષણો જોવાં મળ્યાં તેમને આપી. કોરોનાનો ફેલાવો ચાર તબક્કામાં થાય છે તેવી સમજના કારણે વિદેશથી આવેલા લોકો અને તેમના ગાઢ મિત્રોને અલગ રખાયા અને જરૂરી નિદાન ટેસ્ટ કરવામાં આવ્યા. કેન્દ્રએ ૨૪ માર્ચે એવી માન્યતા સાથે ઘર-વાસની જાહેરાત કરી કે કોરોના વાઇરસની શ્રૃંખલા તોડવા માટે ત્રણ સપ્તાહ પૂરતાં રહેશે. દરમિયાનમાં જરૂરી મેડિકલ આંતરમાળકા સાથે વાઇરસ સામે લડવા માટે આરોગ્ય કર્મચારીઓને જે તૈયારીની જરૂર પડે તેની જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી. એવી ગંભીર આશંકા છે કે કોરોના રોગચાળાની જેમ ફેલાઈ નથી રહ્યો કારણકે કર્ણાટકમાં ૨૨ કેસો અને મહારાષ્ટ્રમાં ૧૧ કેસો જે ઓળખાયા તે વિદેશથી પરત ફરેલા કે તેમના સંબંધિત લોકોના નહોતા. આથી લક્ષણો સાથેના તમામ લોકોના ટેસ્ટ સઘન રીતે કરાવા જ જોઈએ અને જેમનું આ રોગ હોવાનું નિદાન થયું છે તેમને તાત્કાલિક સારવાર અપાવી જોઈએ.
આ કસોટીનો કાળ છે! - test period
કોરોના વાઇરસની મહામારી પર વિશ્વ આરોગ્ય સંસ્થા ચર્ચા અને વાટાઘાટ કરી રહી હતી ત્યારે કોરોના વાઇરસે કોઈ સમગય વગાડ્યો નહીં અને અત્યારે તેણે વિશ્વના દેશોને ગુલામ બનાવી લીધા છે! કોરોનાએ વિશ્વભરમાં ૧૩ લાખ કેસો અને ૭૦,૦૦૦ મૃત્યુ સાથે ભયાવહ સ્થિતિ સર્જી દીધી છે અને તે ભારતમાં પણ જાહેર આરોગ્યને મોટો પડકાર ફેંકી રહ્યો છે.
![આ કસોટીનો કાળ છે! test period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6728314-thumbnail-3x2-testing.jpg)
વિશ્વ ભરમાં કફ, તાવ, ઋતુગત એલર્જીને લગતી બીમારીઓ સામાન્ય બાબત છે. અનેક અભ્યાસોમાં એ વાત બહાર આવી છે કે શરૂઆતમાં કોરોનાનાં પણ આવાં જ લક્ષણો હતાં, પરંતુ તે તેનો ઘાતકી હુમલો કુપોષિત, વૃદ્ધ અને જે લોકો ડાયાબિટીસ, હાઇપરટેન્શન વગેરે જેવી જીર્ણ બીમારીઓથી પીડાય છે તેના પર થાય છે. 'હૂ'એ યુવાન લોકોને પણ કોરોનાથી તકેદારી રાખવા ચેતવણી આપી છે. કોરોના ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુની જેમ ફૂટે છે. માર્ચમાં તેણે ચેતવણી આપી હતી: 'તમામ દેશોને અમારો સંદેશો એક સરખો જ છે. તમામ શંકાસ્પદ કેસોનો ટેસ્ટ કરો.' જ્યાં સુધીમાં આરોગ્ય સંસ્થા તેની ચેતવમી આપે, ચીન જેણે ૨૦૦૩ના સાર્સના અનુભવમાંથી પદાર્થપાઠ ભણ્યા હતા તેણે ગયા મહિનાના અંત સુધીમાં ૩.૨૦ લાખ લોકોના ટેસ્ટ કર્યા. સાર્સને ઓળખનાર હૉંગ કૉંગની ટીમની મદદથી તેણે નિદાન માટેના ટેસ્ટની કિટ વિકસાવી અને યુદ્ધના ધોરણે તે પ્રાપ્ય બનાવી. બર્લિનના વૈજ્ઞાનિક આલ્બર્ટ લૉને કોરોનાની વિનાશક શક્તિ સાર્સ જેવી જ હોવાનું સમજી લીધું હતું. આથી જર્મનીએ ડહાપણ વાપરીને ફેબ્રુઆરીના અંત સુધીમાં ૪ કરોડ નિદાન કિટ વિકસાવી લીધી હતી. એક સપ્તાહમાં ૧૫ લાખ કિટ તૈયાર કરવાની ક્ષમતા સાથે તે રોજ ૩૦ હજાર ટેસ્ટ દ્વારા કોરાના સામે અસરકારક રીતે લડી રહ્યું છે. કોરોના વાઇરસને પ્રથમ તબક્કામાં જ ઓળખીને અને જરૂરી સારવાર પૂરી પાડીને જર્મની સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. ફ્રાન્સમાં ૮૨,૦૦૦ થી વધુ કેસો કૉવિડના નોંધાયા હતા, મૃત્યુઆંક સાડા છ હજારથી વધુને વટાવી ગયો. જર્મનીની સફળતાનું રહસ્ય ૯૧ હજારથી વધુ કેસો ઓળખાયા છતાં ૧,૨૭૫ સુધી મૃત્યુ આંક મર્યાદિત રાખવામાં છે. દક્ષિણ કોરિયાએ પણ આ જ રણનીતિને અનુસરી. પહેલાં શંકાસ્પદોને ઝડપથી ઓળખી અને પછી બાકીના અસરગ્રસ્તોની જિંદગી બચાવવાની એ રીતે જિદંગી બચાવવાની બે સ્તરવાળી રણનીતિ ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ મુજબ, કોરોનાના અંધકાર સામે લડવા માટે વડા પ્રધાને પાંચ એપ્રિલે રાષ્ટ્રવ્યાપી દીવો પ્રગટાવવા માટે આહ્વાન કર્યું ત્યાં સુધીમાં કુલ ૮૯,૫૩૪ નિદાન ટેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. અમેરિકાએ એમ જ કોરોનાના હુમલાને અવગણ્યો હતો એમ કહીને કે 'તે ઋતુગત શરદી અને ફ્લુ સિવાય વધુ કંઈ નથી.' હવે તે એક દિવસમાં એક લાખ ટેસ્ટ કરીને મૃત્યુ અટકાવવા દિવસ-રાત એક કરી રહ્યું છે. તે આપણા માટે મજબૂત રણનીતિ બનાવવામાં અવગણના ન કરવાની ચેતવણી હોઈ શેક છે. સરકાર, જેણે ભારતમાં કૉવિડના ખતરારૂપ ક્ષેત્રોને ઓળખી લીધા છે, તે તેમાં રહેતા લોકોને સખ્તાઈથી ઘર-વાસ કરાવીને અને સઘન સ્ક્રીનિંગ ટેસ્ટ હાથ ધરીને રોગચાળાના ફેલાવા પર અંકુશ મેળવવા માગે છે. આઈસીએમઆર કહે છે કે દર ત્રણ દિવસમાં તે કોરોના ટેસ્ટની સંખ્યા બમણી કરશે. તે કોરોનાના શંકાસ્પદ કેસો માટે ટીબી ટેસ્ટ સાધનનો ઉપયોગ કરશે અને પંદર મિનિટમાં સઘન રીતે પરિણામ લક્ષી એન્ટીબૉડી ટેસ્ટ કરાવશે. સરકારે કોરોના ટેસ્ટ માટેની કિંમત રૂ. ૪,૫૦૦ નિર્ધારિત કરી છે અને કેટલીક ખાનગી સંસ્થાઓને આ ટેસ્ટ કરવા માટે પરવાનગી આપી છે. ભવિષ્યની જરૂરિયાતના દબાણ સામે ટકવા માટે આ પૂરતું ન પણ હોઈ શકે. આથી પ્રતિષ્ઠિત ખાનગી ટેસ્ટિંગ લેબોરેટરીઓને પ્રોત્સાહન આપીને તાલુકા સ્તરે ટેસ્ટિંગ સુવિધાઓ વિસ્તારવા માટે પગલાં લેવાવાં જોઈએ. એવી આશા રાખવી સારી છે કે આવતા મહિનાની નવ તારીખે કોરોનાના પ્રમાણમાં વધારો અટકી જશે. પરંતુ દરમિયાનમાં, ટેસ્ટ માટે વ્યવસ્થા તૈયાર કરવી અને જો કોઈ અદૃશ્ય પડકાર હોય તો તેને પહોંચી વળવા વ્યવસ્થા કરવી જરૂરી છે.