અયોધ્યા સ્થિત શ્રીરામ હોસ્પિટલના તબીબ અનિલ કુમારે કહ્યુ કે 39 લોકોને વાંદરાઓએ બટકા ભર્યા હોવાના કેસ હોસ્પિટલમાં આવ્યા છે.. તેમણે ઉમેર્યુ કે “માત્ર થોડા કલાકોમાં એક સાથે આવેલા સૌથી વધારે કેસ છે.. જે તેમણે પહેલા નથી જોયા. ”
અયોધ્યાના સ્થાનિક રહેવાસી રામલાલ મિશ્રાના જણાવ્યા મુજબ અયોધ્યામાં સાત હજારથીઆઠ હજાર જેટવા વાંદરાઓ રહે છે.
" સામાન્ય સંજોગોમાં હજારો પ્રવાસીઓ અયોધ્યા આવતા હોય છે અને તેઓ વાંદરાઓને રોટલી, પુરી, કેળા જેવી અન્ય ખાવા યોગ્ય ચીજવસ્તુઓ આપતા હોય છે.. અયોધ્યામાં વાંદરાઓ ક્યારેય વૃદાવન જેવા આક્રમક નહોતા.. તેમને ખાતરી હતી કે તેમને ખોરાક મળતો હતો. માત્ર અને બેગ સાથે ચાલતા હોય તો અને જો તેમને ખોરાક આપવામાં આવે તો જ તે પાછા આવતા હતા.. "
તેમણે કહ્યુ કે " જો કે લોકડાઉન બાદ પ્રવાસીઓનું આવવાનું બંધ થઇ ગયુ છે.. અને સ્થાનિક લોકો પર ઘરની બહાર નથી નીકળી શકતા તો તમામ મંદિરો પણ બંધ છે.. ત્યારે વાંદરાઓ સતત ગુસ્સાવાળા થઇ ગયા છે કારણ કે તેઓ ભુખ્યા છે. "