કોવિડ -19 રોગચાળાએ જે આર્થિક વિનાશ કર્યો છે તેની પૃષ્ઠભૂમિમાં, પેટ્રૉલિયમ ઇંધણના ભાવ વધારાથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ભાવ વધારો સામાજિક-આર્થિક કટોકટીઓને જટિલ બનાવે છે. ભાવ ઘટાડવા કરવા સિવાય અન્ય કોઈ જવાબ લોકોને સંતોષ નહીં આપે તેવું કબૂલતાં, કેન્દ્રીય નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ આ મામલે ધર્મસંકટનો સામનો કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું છે કે પેટ્રૉલિયમ પેદાશોના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલા હોવાથી, કિંમતોનું નિયંત્રણ તેમના અધિકાર ક્ષેત્રમાં નહોતું. તેમણે જણાવ્યું છે કે રાજ્ય અને કેન્દ્રએ કિંમતોને વાજબી બનાવવા માટે એકબીજા સાથે વાત કરવી જોઈએ.
કેન્દ્ર સરકારે ૨૦૧૭માં પેટ્રૉલના ભાવમાં થતા દૈનિક બદલાવને લીલી ઝંડી આપી હતી. જોકે, તે આંતરરાષ્ટ્રીય બજારોની વધઘટને ધ્યાનમાં રાખીને માત્ર અડધી સત્ય જણાવી રહ્યું છે. ગયા વર્ષે, રોગચાળાને પરિણામે માગની અછતને કારણે ક્રૂડ ઑઇલના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લગાવાયેલી એક્સાઈઝ ડ્યુટીને કારણે પેટ્રૉલના ઘરેલુ ભાવ નીચે આવવાને બદલે વધુ વધ્યા હતા.
કોવિડ -૧૯ ના આગમન પહેલાં પેટ્રૉલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ૧૯.૯૮ રૂપિયા હતી. કોરોના સમય દરમિયાન ડ્યુટી વધારીને રૂ .૩૨.૯૮ કરવામાં આવી હતી. તે જ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૫.૮૩ રૂપિયાથી વધારીને ૩૧.૮૩ રૂપિયા કરવામાં આવી છે. રાજ્યોએ પણ વેરો લાદવામાં પોતાનો ફાળો આપ્યો છે.
દેશ તેની ૮૯ ટકા ક્રૂડ ઑઇલ આવશ્યકતાઓ માટે આયાત પર નિર્ભર છે તે હકીકતને ધ્યાનમાં લઈને લોકોએ થોડો બલિદાન આપ્યું છે. તે જ રીતે દેશ તેના દ્વારા જરૂરી એલપીજીનો ૫૩ ટકા હિસ્સો આયાત કરે છે. લોકો તે સમજી શકે છે. પરંતુ પ્રવર્તમાન આર્થિક કટોકટીની પરિસ્થિતિમાં તેમની સામે કરાયેલી છેતરપિંડીમાં પણ તેઓ દોષ શોધી રહ્યા છે.
એક માનનીય સાંસદે સાચું જ નિરીક્ષણ કર્યું છે કે માતા સીતાના જન્મસ્થળ નેપાળ અને રાવણની ભૂમિ શ્રીલંકામાં પેટ્રૉલના જે ભાવ છે તે કરતાં ભારતમાં પેટ્રૉલના ભાવ વધારે છે.