પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બાકી બધા તેવું સમીકરણ છે અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જી જેમને જો ત્રીજી અવધિ માટે શાસન કરવા મળશે તો તેમને વધુ મોટી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે છે, તેમની સામે ભગવા પક્ષના આક્રમક અભિયાન ચાલી રહ્યું છે.
ભાજપ સામે રાષ્ટ્રીય મોરચો થાય તો તેમાં મુખ્ય ભૂમિકા માટેની મમતાની મહેચ્છા છૂપી નથી અને તેઓ વડા પ્રધાન મોદી અને તેમની નીતિઓ, ચાહે તે ૨૦૧૬માં વિવાદાસ્પદ નોટબંધી હોય કે માલ અને સેવા વેરો, જીએસટીની આવકની વહેંચણી, નાગરિકત્વ સુધારા અધિનિયમ, આઈએએસ અને આઈપીએસનું ડેપ્યુટેશન અને કેન્દ્ર સરકાર દ્વારા ફંડ અપાતી કલ્યાણકારી યોજનાઓ હોય, તેની નિયમિત ટીકા દ્વારા તેઓ તેમની આ ભૂમિકા વિશે દાવો નિયમિત રીતે કરતા રહ્યાં છે.
તૃણમૂલ કૉંગ્રેસ નેતાનું આ વધુ મોટી રાષ્ટ્રીય ભૂમિકાનું સપનું એ હકીકત દ્વારા ઉત્તેજન પામે છે કે ભાજપનો એક માત્ર રાષ્ટ્રીય વિકલ્પ કૉંગ્રેસ હવે દેશભરમાં ડૂબી રહી છે.
કૉંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ટીએમસી સામે તૃણમૂલના લાંબા સમયના શત્રુ ડાબેરી પક્ષો સાથે મળીને ચૂંટણી એવા સમયે લડી રહી છે જ્યારે બંને- શાસક પક્ષ અને વિપક્ષને અનુભવ થયો છે કે તેનાથી ભાજપ વિરોધી મતો વહેંચાશે જ.
આ પણ વાંચોઃ મમતા વિરુદ્ધ શુભેન્દુ વિરુદ્ધ મિનાક્ષી – નંદીગ્રામની 70-30 ફોર્મ્યુલા
ગત વર્ષોમાં હિન્દુત્વ/રાષ્ટ્રીયતાનું પત્તું ખેલીને ભાજપને લાભ થઈ રહ્યો છે તે સ્પષ્ટ છે અને તેની સાબિતી એ છે કે વર્ષ ૨૦૧૯માં રાજ્યની ૪૨ લોકસભા બેઠકમાંથી ૧૮ આ ભગવા પક્ષે જીતી છે.
ત્યારથી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં ભગવા પક્ષ દ્વારા આક્રમક અભિયાન જય શ્રી રામના સૂત્ર આસપાસ કેન્દ્રિત રહ્યું છે અને ભ્રષ્ટાચાર તેમજ કાયદા અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ અંગે આક્ષેપો દ્વારા રાજ્ય સરકારની ટીકા કરી રહ્યો છે.
મમતાના 'સ્થાનિક વિરુદ્ધ બાહ્ય' અભિયાન, તેઓ બંગાળની દીકરી હોવાનો મુદ્દો દર્શાવવો, તેનો હેતુ ભગવા પક્ષનો સામનો કરવાનો છે જેણે ગત સપ્તાહોમાં તૃણમૂલના અનેક નેતાઓને પોતાના પક્ષમાં સમાવ્યા છે. આના દ્વારા ભાજપ એવો સંદેશ આપવા માગે છે કે પૂર્વના આ રાજ્યમાં બદલાવ માટે ભાજપ મજબૂત દાવેદાર છે.