પ્રો. કે વિજય રાઘવને અગાઉ જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેક્નોલોજી સામાજિક અને આર્થિક પરિવર્તનમાં સંયોજક તરીકેની ભૂમિકા ભજવશે. આ માટે વૈજ્ઞાનિકો અને સમાજે એકબીજા સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરવું પડશે. શિક્ષણ ક્ષેત્ર અને મૂળભૂત સંશોધન ક્ષેત્રમાં મજબૂત પાયો સ્થાપો, કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને ઉર્જા ક્ષેત્રમાં નવી એપ્લિકેશનો વિકસાવો.
વેબિનાર #IndiaFightsCorona નો ભાગ બનવા અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવો
https://zoom.us/webinar/register/WN_-umKIqDiTF6KuQgbakGAEg
પ્રોફેસર કૃષ્ણાસ્વામી વિજય રાઘવન FRS 3 એપ્રિલ 2018ના રોજ ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત થયા. આ પહેલાં આ હોદ્દા પર ડૉ. આર. ચિદમ્બરમ્ સેવા આપતા હતા.
અગાઉ તેમણે જાન્યુઆરી 2013થી જાન્યુઆરી 2018 સુધી ભારત સરકારના બાયોટેક્નોલોજી (DBT) વિભાગના સચિવ તરીકે સેવા આપેલી છે.
ત્યાં સુધી તેઓ બેંગાલુરુ સ્થિત નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સિસના ડિરેક્ટર પદે રહ્યા હતા જ્યાં તેઓ હજુ પણ ડિસ્ટિંગ્યુશ્ડ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.
3 ફેબ્રુઆરી 1954ના રોજ જન્મેલા વિજય રાઘવને 1975માં આઇઆઇટી કાનપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટેક્નોલોજીની ડીગ્રી હાંસલ કરી હતી. તેમણે 1983માં મોલેક્યુલર બાયોલોજીમાં તેમનું ડૉક્ટોરલ કાર્ય પૂર્ણ કર્યું હતું અને તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાંથી પીએચડી ડીગ્રી મેળવી હતી. ડોક્ટોરલ કાર્ય બાદ તેમણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખાતે 1984થી 1985 સુધી રિસર્ચ ફેલો તરીકે કામ કર્યું હતું અને બાદમાં 1986થી 1988 સુધી સિનિયર રિસર્ચ ફેલો તરીકે કામ કર્યું હતું.