ઘણી વાર આવી હિંમત સાથે કરવાની મોટી કિંમત પણ પત્રકારે ચૂકવવી પડતી હોય છે. જેમ કે કાશ્મીરી તસવીરકાર મુશ્તાક અલી, જેમની પાર્સલ બૉમ્બથી હત્યા થઈ હતી. કદાચ સાથી પત્રકાર યુસુફ જમીલે જે અહેવાલ તૈયાર કર્યો હતો તેના કારણે જ તેમની હત્યા થઈ હતી. એ જ રીતે હિન્દુસ્તાન ટાઇમ્સના ફોટો જર્નલિસ્ટ પ્રદીપ ભાટિયાનો પણ ભોગ લેવાઈ ગયો. તેઓ વધારે સારી તસવીર લેવા માટે શ્રીનગરમાં ફરી રહ્યા હતા ત્યારે કામ બૉમ્બમાં જીવ જતો રહ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરના અમારા ત્રણ પત્રકાર સાથીઓને 5 ઑગસ્ટ 2019ના પછીના કાશ્મીરની સ્થિતિને તસવીરમાં ઉતારી લેવા બદલ પુલિત્ઝર પ્રાઇસ મળ્યું છે. મુખ્તાર ખાન, યાસીન દાર અન છાન્ની આનંદે રાજ્યનો વિશેષ દરજ્જો રદ કરી દેવાયો તે પછીના ઘટનાક્રમને પોતાના કેમેરામાં સચોટ રીતે કેદ કરી લીધો હતો.
માત્ર કાશ્મીરની સ્થિતિ સચોટ રીતે દર્શાવવા બદલ જ આ ત્રણેયને ઇનામ અપાયું છે તેવું નથી. તેઓએ કેવી પરિસ્થિતિ વચ્ચે આ તસવીરો લીધી છે તેને પણ ધ્યાનમાં લેવાયું છે.
છ વર્ષની એક બાળકીની આંખમાં ઈજા થઈ હતી તેની તસવીર દર્શાવી આપે છે કે રાજકીય ઘર્ષણમાં નાનેરા કેવી રીતે અડફેટે ચડે છે. આ તસવીરમાં રજૂ થયેલી બાળકી આ વિસ્તારના બાળકોની સ્થિતિને દર્શાવી આપે છે.
બીજી તસવીરમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેની સામેનો રોષ સલામતી દળોએ શ્રીનગરમાં પાર્ક કરેલી મોટર બાઇકો પર સલામતી દળોએ ઠાલવ્યો તે દેખાડી આપે છે.
કાશ્મીરના ગ્રામીણ વિસ્તારમાં ઉગ્રવાદીઓ અને સલામતી દળો વચ્ચે અથડામણ થઈ તે પછી તૂટીફૂટી ગયેલા મકાનોનો કાટમાળ લોકો હટાવી રહ્યા છે તે તસવીર પણ પુલિત્ઝર જીતવા માટે લાયક બની છે. બરફિલા શિયાળામાં લોકોએ કાટમાળ હટાવીને કેવી રીતે કામચલાઉ આશરો ઊભો કરવો પડે છે તેનું નિરુપણ તસવીર કરી આપે છે. લોકો અને રહેઠાણો પર કેવા જોખમ હોય છે તેનો પણ ખ્યાલ આવે છે.
દેખાવો કરી રહેલા મહિલાઓ, નમાઝ અદા કરી રહેલા મહિલાઓ અને કુરાનનું વાંચન કરી રહેલી યુવતીની તસવીરો પણ એક કહાની દર્શાવી આપનારી બની છે. માનવીય દૃષ્ટિથી તે જોઈએ ત્યારે તેમાં તંગદિલીગ્રસ્ત વિસ્તારમાં નારીની દયામણી સ્થિતિ દેખાય છે, ધર્મની દૃષ્ટિથી જોઈએ તો રેડિકલ ઇસ્લામની સ્થિતિ દેખાય છે. પત્રકાર ગણાવનારા કેટલાક હવે આવી દૃષ્ટિથી પણ જોતા થઈ ગયા છે.
સૌથી વધુ આઘાતજનક વાત એ છે કે આ ફોટો જર્નલિસ્ટ તેમને મળેલા ઇનામની ઉજવણી ના કરી શકે તેવું માનનારા લોકો પણ છે. એક વિસ્તારની વાસ્તવિકતા બતાવતી આ તસવીરો છે, જે વાસ્તવિકતા પચાવવી કેટલાકને અઘરી પડે તેવી છે.
આ ત્રણ તસવીરકારોને પુલિત્ઝર પ્રાઇસ મળ્યું તેનો વિવાદ થયો તે આ તસવીરો માટે નહિ, પણ સંસ્થાએ તેનું શું અર્થઘટન કર્યું તેના કારણે થયો છે. રાહુલ ગાંધીએ આ ત્રણેયના કામને બિરદાવવા માટે ટ્વીટ કર્યું તો તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા, કેમ કે તેમના આ વખાણને રાજકીય રીતે જોવામાં આવ્યું. તેમણે દેશદ્રોહી કૃત્ય કર્યું તેવું કહેવાયું, કેમ કે ઇનામ આપનારી સંસ્થાએ જમ્મુ અને કાશ્મીરને ‘વિખવાદગ્રસ્ત વિસ્તાર’ ગણાવ્યો હતો.
આના કારણે એવી ચર્ચા પણ જાગી કે શું ઇનામવિજેતાઓને ભારતીય પત્રકારો ગણવા કે કાશ્મીરી પત્રકારો ગણવા. રાહુલ ગાંધીએ ટ્વીટમાં ‘ભારતીય’ શબ્દ પર ખાસ ભાર મૂક્યો હતો, જ્યારે ઓમર અબ્દુલ્લાએ તેવો કોઈ શબ્દ વાપરવાના બદલે કેવી પરિસ્થિતિમાં પત્રકારોને ઇનામ મળ્યા તે બદલ ધન્યવાદ આપ્યા હતા. વિશ્વના પ્રતિષ્ઠિત પુરસ્કારનો વિરોધ કરી રહેલા લોકો માટે મૂઝવણ એ છે કે પોતાના ટ્વીટમાં કેવા પૂર્વ પ્રત્યતો વાપરવા.
બિલાલ ભટ્ટ