ગુજરાત

gujarat

ETV Bharat / opinion

ભારતમાં આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણની સ્થિતિ, વાંચો વિશેષ લેખ...

ભારતમાં વિદેશી સ્વામિત્વની ચોખ્ખી (નેટ) અસ્ક્યામતોમાં ઘટાડો બિન નિવાસીઓની અસ્ક્યામતોમાં ૨૮.૧ અબજ અમેરિકી ડૉલરના ઘટાડા તેમજ ભારતીય નિવાસીઓની વિદેશી અસ્ક્યામતોમાં ૧૭.૭ અબજ અમેરિકી ડૉલરના વધારા- એમ બંને બાબતો લીધે થયો.

National and International reports
ભારતમાં આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણની સ્થિતિ, માર્ચ ૨૦૨૦

By

Published : Jul 13, 2020, 6:26 AM IST

મુખ્ય બાબતો

૧. ત્રિમાસિક પરિવર્તન (જાન્યુઆરી-માર્ચ ૨૦૨૦)

બિન નિવાસીઓ દ્વારા ભારત પર ચોખ્ખા (નેટ) દાવાઓ ૪૫.૮ બિલિયન અમેરિકી ડૉલર ઘટીને માર્ચ ૨૦૨૦માં ૩૭૯.૩ અબજ અમેરિકી ડૉલર થયા.

ભારતમાં વિદેશી સ્વામિત્વની ચોખ્ખી (નેટ) અસ્ક્યામતોમાં ઘટાડો બિન નિવાસીઓની અસ્ક્યામતોમાં ૨૮.૧ અબજ અમેરિકી ડૉલરના ઘટાડા તેમજ ભારતીય નિવાસીઓની વિદેશી અસ્ક્યામતોમાં ૧૭.૭ અબજ અમેરિકી ડૉલરના વધારા- એમ બંને બાબતો લીધે થયો. ભારતીય નિવાસીઓની વિદેશમાં અસ્ક્યામતોમાં વધારો મુખ્યત્વે અનામત અસ્ક્યામતોમાં ૧૭.૯ અબજ અમેરિકી ડૉલરના વધારા તેમજ વિદેશમાં સીધા મૂડીરોકાણમાં વધારાના કારણે થયો. આ ઉપરાંત આ ત્રિમાસમાં અન્ય મૂડીરોકાણો આંશિક રીતે ઘટ્યાં તે પણ કારણ ગણી શકાય.

વિદેશી સ્વામિત્વની અસ્ક્યામતોનું પ્રમાણ ઘટવાનું કારણ મુખ્યત્વે ભારતમાં પૉર્ટફૉલિયો અને સીધાં મૂડીરોકાણો અનુક્રમે ૨૦.૧ અબજ અમેરિકી ડૉલર અને ૮.૭ અબજ અમેરિકી ડૉલર જેટલું ઘટવાના કારણે થયું. બીજી તરફ નિવાસીઓએ લૉન [મુખ્યત્વે બાહ્ય વાણિજ્યિક ધિરાણ (ઇસીબી) ] મેળવી , જે આ ત્રિમાસમાં વધી; અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો. આ બધાના કારણે ભારતમાં વિદેશી સ્વામિત્વની અસ્ક્યામતોમાં ઘટાડો થયો કારણકે અમેરિકી ડૉલરની રીતે કિંમત કરો તો ઘટે જ.

અનામત અસ્ક્યામતો કુલ વિદેશી અસ્ક્યામતોના અંદાજે બે તૃત્તીયાંશ જેટલી હતી. કુલ જવાબદારીઓમાંથી દેવાની જવાબદારીનો હિસ્સો ત્રિમાસ દરમિયાન વધ્યો. ભારતની આંતરરાષ્ટ્રીય આર્થિક અસ્ક્યામતોનો આંતરરાષ્ટ્રીય આર્થિક જવાબદારી સામે ગુણોત્તર માર્ચ ૨૦૨૦ના અંત સુધીમાં નોંધપાત્ર સુધરીને ૬૫.૪ ટકા થયો (જે આ અગાઉના ત્રિમાસમાં ૬૨.૧ ટકા હતો, એક વર્ષ પહેલાં ૫૯.૫ ટકા હતો).

૨. વાર્ષિક પરિવર્તન (એપ્રિલ-માર્ચ, ૨૦૧૯-૨૦)

ભારતીય નિવાસીઓની આંતરરાષ્ટ્રીય આર્થિક અસ્ક્યામતોમાં ૭૩.૯ અમેરિકી ડૉલરનો વધારો થયો જેનું કારણ અનામત અસ્ક્યામતો અને વિદેશી સીધાં મૂડીરોકાણમાં અનુક્રમે ૬૪.૯ અબજ અમેરિકી ડૉલર અને ૧૩.૦ અબજ અમેરિકી ડૉલરનો વધારો હતો. જોકે વર્ષ દરમિયાન અન્ય મૂડીરોકાણો આંશિક રીતે ઘટ્યાં.

વર્ષ દરમિયાન પૉર્ટફૉલિયો મૂડીરોકાણમાં ૧૩.૭ અબજ અમેરિકી ડૉલરનો ઘટાડો થતાં, આંતરરાષ્ટ્રીય આર્થિક જવાબદારીઓ ૧૩.૬ અબજ અમેરિકી ડૉલરનો વધારો થયો. સીધું મૂડીરોકાણ અને અન્ય મૂડીરોકાણોમાં અનુક્રમે ૧૯.૦ અબજ અમેરિકી ડૉલર અને ૧૧.૦ અબજ અમેરિકી ડૉલરનો વધારો થયો. એકંદરે, ભારત પર બિનનિવાસીઓના ચોખ્ખા દાવામાં વર્ષ દરમિયાન ૫૭.૬ અબજ અમેરિકી ડૉલરનો ઘટાડો થયો.

૩. આંતરરાષ્ટ્રીય આર્થિક અસ્ક્યામતો અને જવાબદારીઓનો જીડીપી સામે ગુણોત્તર

વર્ષ ૨૦૧૯-૨૦ માટે વિદેશી આર્થિક અસ્ક્યામતોનો ભારતના જીડીપી સામે ગુણોત્તર (હાલના બજાર ભાવે) માર્ચ ૨૦૨૦માં વધીને ૨૬.૫ ટકા થયો (જે એક વર્ષ પહેલાં ૨૩.૪ ટકા હતો). બિનનિવાસીઓના કુલ દાવાનો જીડીપી સામે ગુણોત્તર માર્ચ ૨૦૨૦માં વધીને ૪૦.૫ ટકા થયો (જે એક વર્ષ પહેલાં ૩૯.૩ ટકા હતો). ચોખ્ખા આઈઆઈપીનો જીડીપી સામે ગુણોત્તર માર્ચ ૨૦૨૦ના અંતે સુધરીને (-) ૧૪.૦ ટકા થયો [(-)૧૫.૯ ટકા].

ABOUT THE AUTHOR

...view details