હૈદરાબાદ : ભારત અને ચીનનાં લશ્કરી દળો વચ્ચે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણના પરિણામે ભારતીય સૈન્યના 20 સૈનિકોનાં મોત નીપજ્યાં હતાં. ચીનના સૈનિકોનો મૃત્યુ આંક હજી સુધી જાણી શકાયો નથી. આ ઘટનાને કારણે ઊંચાઇ પર થતા યુદ્ધ અથવા તો પર્વતીય યુદ્ધ ચર્ચાનો વિષય બન્યા છે.
ભારત પર્વતીય યુદ્ધનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે.
- આઝાદી પહેલાં રેડ ઇગલ ડિવિઝને (હવે 4 ઇન્ફન્ટ્રી (પાય દળ) ડિવિઝન) કેરેન ખાતે અત્યંત શક્તિશાળી અને ચઢિયાતી ઇટાલિયન સેનાને મ્હાત આપીને માર્ચ, 1941માં એરિટ્રિઆ પર્વતોમાં અજેય તરીકે ખ્યાતિ મેળવી હતી.
- દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન દળો વિરૂદ્ધના ઇટલીના અભિયાનમાં ભાગ લીધો, તેમાં પણ તેને ભારે સફળતા સાંપડી હતી.
- પર્વતો પર ભારતે મેળવેલા કેટલાક યાદગાર વિજયો
- 1967માં ચીન સાથે નાથુ લા- ચો લા ખાતે ઘર્ષણ.
- 1987માં સમડોરિંગ ચુની ઘટના
- સિઆચેન ગ્લેશિયર : ભારતીય લશ્કરે 5,000 મીટર કરતાં વધુ ઊંચાઇ પર આવેલા સિઆચેન ગ્લેશિયર વિસ્તારમાં સેંકડો આઉટપોસ્ટ્સ સ્થાપી છે. સૌથી ઊંચી પોસ્ટ 6,749 મીટરની ઊંચાઇ પર આવેલી છે.
- સિઆચેન ગ્લેશિયરની કાર્યવાહી : ઓપરેશન મેઘદૂત થકી ભારતે સિઆચેન ગ્લેશ્યરની પશ્ચિમ તરફની સાલટોરો રિજનો મહત્વનો ઊંચાણવાળો વિસ્તાર સફળતાપૂર્વક કબ્જે કરી લીધો હતો.
- ઓપરેશન રાજીવ: 1987માં પાકિસ્તાની લશ્કરે બિલાફોન્ડ-લા તરફની પર્વતની ટોચ કબ્જે કરી લીધી હતી. પાકિસ્તાને તેને ક્વોડ પોસ્ટ નામ આપ્યું હતું.
- ભારતીય લશ્કરે તમામ વિષમતાઓનો સામનો કરીને બર્ફીલી દીવાલો ચઢીને તથા ગ્રેનેડ સાથે તેમજ હાથોહાથની લડાઇ લડીને તે ટોચ પરત મેળવી હતી. તે પોસ્ટને કબ્જે કરવામાં બાના સિંઘે દર્શાવેલી દ્રષ્ટાંતરૂપ બહાદુરી અને વીરતાને કારણે તે પોસ્ટનું નામ બાના પોસ્ટ કરવામાં આવ્યું હતું. બાના સિંઘને પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
- કારગિલ યુદ્ધ, 1999: ભારતીય સૈનિકો અને અધિકારીઓએ ભારે ધૈર્ય, સંકલ્પ અને વીરતા દર્શાવીને કારગિલ, દ્રાસના પર્વતો પર કબ્જો જમાવીને બેસી ગયેલા પાકિસ્તાની સિપાઇઓને વિખેરીને હાંકી કાઢ્યા હતા.
ભારતીય લશ્કરની માઉન્ટેન ડિવિઝન
- 1962ના યુદ્ધમાં ચીનના હાથે ભારતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ભારતીય લશ્કરનું યુદ્ધ પુનઃનિર્માણ અને વિસ્તરણ હાથ ધરાયું હતું.
- ગુલમર્ગ ખાતેની સ્કી સ્કૂલને હાઇ ઓલ્ટિટ્યૂડ વોરફેર સ્કૂલ તરીકે અપગ્રેડ કરવામાં આવી તેમજ માઉન્ટેન ડિવિઝન્સ સ્થાપવામાં આવ્યા, જે ઊંચાઇ ધરાવતા વિસ્તારોમાં કાર્યવાહી કરવા માટે સુસજ્જ તેમજ તાલીમબદ્ધ હતા. સંરક્ષણ માટેની યુદ્ધ નીતિઓ વિકસાવવામાં આવી અને એલએસી પરની આપણી સ્થિતિ અત્યંત મજબૂત બની.
- ભારતીય આર્મી એ વિશ્વભરમાં 12 ડિવિઝનમાં 2,00,000 કરતાં વધુ સેના સાથેનું સૌથી વિશાળ પર્વતીય યુદ્ધ બળ છે.
- ચીનના નિષ્ણાત દ્વારા ભારતીય સૈન્યની પ્રશંસા : વર્તમાન સમયમાં, પ્લેટો (ઉચ્ચ પર્વત પ્રદેશ) અને પર્વતીય સેના ધરાવતો વિશ્વનો સૌથી વિશાળ તથા અનુભવી દેશ અમેરિકા, રશિયા કે યુરોપનો કોઇ શક્તિશાળી દેશ નહીં, બલ્કે ભારત છે – તેમ મોડર્ન વેપન્રી મેગેઝિનના સિનિયર તંત્રી તથા ચાઇનિઝ નિષ્ણાત હુઆંગ ગુઓઝ્હીએ જણાવ્યું હતું.