આશ્ચર્યજનક રીતે આપણે તબીબી મોરચે ખુબ સારુ પ્રદર્શન કર્યું છે. આપણો રીકવરી રેટ 27.5% છે. 4 મે 2020ના રોજ નોંધાયેલા આંકડા પ્રમાણે 42,533 સંક્રમિતોમાંથી 1,391 દર્દીઓના મૃત્યુ થયા છે. આ દરમિયાન આપણા અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. કોઈ વાયરસ ક્યારેય પણ કરી શકે તેનાથી પણ વધારે કર્ફ્યુએ આપણને નુકસાન પહોંચાડ્યુ છે. તાજેતરના યુએન રીપોર્ટ મુજબ 400 મીલિયન ભારતીય મજૂરો ગરીબી તરફ ધકેલાઈ જશે. નોબેલ વિજેતા અભીજીત બેનર્જીએ જણાવ્યુ કે કોરોના વાયરસને કારણે આપણે જીડીપીનો આંક 10 થી 15% નીચે જશે. આ એક ભયાનક ચીત્ર છે? ના આ ચીત્ર વધુ ખરાબ થતુ જઈ રહ્યુ છે. હજારો લોકો તેમના ઘર તરફ જવાની તૈયારીમા હતાશા અને ભુખમરા તરફ ધકેલાઈ રહ્યા છે. (આગ્રામાં એક વ્યક્તિ રસ્તા પર કુતરાઓ સાથે દુઘ વાળવાની કોશીષ કરી રહ્યો છે. આ તસવીર કોઈને પણ વીચલીત કરી શકે છે) આગ્રા જેવા હોટસ્પોટમાં અને અન્ય જગ્યાઓ પર લાખો લોકોને કોરોન્ટાઇન કેમ્પમાં રાખવામાં આવ્યા છે અને તેઓ નવી જનરેશનના ‘અછુત’ હોય તેવુ વર્તન તેમની સાથે કરવામાં આવી રહ્યુ છે. આપણા શરીર પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકારો દ્વારા બાયો-પોલીટીક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પરંતુ ગુમડાને કાપીને તેમાંથી પરૂ કાઢી નાખવાનો સમય હવે પાકી ગયો છે. હવે જો આર્થિક પ્રવૃતિ શરૂ નહી કરવામાં આવે તો આપણે નાગરીકોમાં અશાંતિ અને હિંસા જેવી વધુ વિકરાળ પરીસ્થીતિનો સામનો કરવો પડશે.
વાયરોલોજી 101
વાયરસ જંગલી સ્વભાવ ધરાવે છે. તેમને દવા કે રસીથી નાથી શકાતા નથી કારણ કે તે જીવંત કે નિર્જીવ એક પણ કક્ષામાં આવતા નથી. એક વખત એ વાયરસ માંથી હોસ્ટના શરીરમાં અન્ય વાયરસ બને છે અને ત્યાર બાદ તે વાયરસ હંમેશા માટે હોસ્ટના શરીરમાં એક પથ્થરની જેમ નિર્જીવ બનીને રહે છે. માણસ, પ્રાણી કે વનસ્પતિમાં વાયરની ભૂમીકાને અવગણવી ન જોઈએ. એક તરફ હાનીકારક વાયરસે આપણા પર હુમલો કરીને આપણને નુકસાન પહોંચાડ્યુ તો બીજી તરફ ફાયદાકારક વાયરસે આપણ જીંવંત અને સ્વસ્થ રાખવા માટે હંમેશા મદદ કરી છે. સમયાંતરે કેટલાક વાયરસે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામા આપણને મદદ કરી છે.
સમાચારોમાં સતત રસીની ચર્ચા થઈ રહી છે પરંતુ રસી પણ ખાસ અસરકારક સાબીત થશે તેવુ લાગી રહ્યુ નથી કારણકે આપણે ઇન્ફ્લુઆન્ઝાના કિસ્સામાં શું થયું તે જાણીએ છીએ. પેથોજીનની પ્રકૃતિ બદલવાને કારણે દર વર્ષે આપણે તેની રસીમાં બદલાવ કરવો પડે છે. આપણે રસીની શોધ કરી શકીએ તે સારી વાત છે પરંતુ એ પણ હકીકત છે અડધી સદી સુધી લડત આપ્યા બાદ પણ આપણે HIVની રસી શોધી શક્યા નથી. પહેલેથી જ વિશ્વભરના ડૉક્ટરો, વૈજ્ઞાનિકો અને રોગચાળાના નિષ્ણાંતો કોરોના વાયરસની રસીની અસરકારકતા પર સવાલ ઉઠાવી ચુક્યા છે. આ પરીસ્થીતિમાં ભારત આ રસી માટે રાહ જોઈ શકે તેમ નથી. એક એવી રસી કે જે અસરકારક રીતે કામ કરશે કે નહી તે પણ નિશ્ચીત નથી.
ઉત્ક્રાંતિના ઇતિહાસ પરથી કહી શકાય કે વાયરસ કોઈ પણ હોય, કોરોના કે ઇન્ફ્લુએન્ઝા, માત્ર મજબુત રોગ પ્રતિકારક શક્તિ જ તેની સામે લડવાનો લાંબા ગાળાનો ઉપચાર છે.
ખેર કોઈ પણ રસી ન હોવા છતા પણ આપણે વાયરસને ફેલાતો અટકાવીને મૃત્યુઆંકને કાબુમાં રાખી શક્યા છીએ. હવે Covid-19ની સરખામણી અતિભયાનક રોગ TB સાથે કરીએ. વાર્ષિક 1.5 મીલિયન લોકો TBને કારણે મોતને ભેટે છે. શું આપણે તેના માટે આપણે આર્થિક પ્રવૃતિઓને અટકાવીને આપણા અર્થતંત્રને બંધ કરીએ છીએ? ના. આપણે આપણુ કામ ચાલુ રાખીએ છીએ અને કોઈ પણ પ્રકારના ટેસ્ટ કર્યા વીના જ લાખો કામદારોને અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપવા દઈએ છીએ. તો પછી કોરોના વાયરસના કિસ્સામાં અલગ રીત કેમ ? TB દરેક રીતે કોરોના કરતા વધુ ખતરનાક બીમારી છે.
હાલ વાયરેબલ આધારીત કમ્પ્યુટર મોડેલીંગ અને વૈકલ્પીક ફોરીન વાસ્તવિકતાઓને નકારી કાઢવાનો સમય છે. ભારતે વધુ વ્યવહારીક બનવાની જરૂર છે. આપણે રસીની મદદ વીના જ કોરોના વાયરસને ફેલાતો રોકી શક્યા છીએ. આપણે આપણી આર્થિક પ્રવૃતિને વધુ સમય બંધ ન રાખવી જોઈએ અને હવે આપણા અર્થતંત્રને બચાવવા માટે ફરી એક વાર આર્થિક પ્રવૃતિઓ શરૂ કરૂ દેવી જોઈએ. આપણી આર્થિક પ્રવૃતિઓ હજુ પણ ચાલુ કરીને આપણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકીએ છીએ. હાલ દેશમાં કોરોનાના કારણે નહી તો કુપોષણ અને ભૂખમરાને કારણે ચોક્કસ લોકો મરી શકે છે.
SME કંપનીઓ માટે ખતરાની ઘંટી પહેલેથી જ વાગી ચુકી છે. આપણને હવે વધુ સમય લોકડાઉન રાખવુ પાલવે તેમ નથી.