ગુજરાત

gujarat

ETV Bharat / opinion

એક સમાવેશક પ્રોત્સાહન માટે કેટલી રાહ જોવી પડશે?

ક્રેડિટ રેટિંગ એજન્સી CRISILનો તાજેતરમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ દેશના અર્થતંત્ર પર કોરોના વાઇરસની ગંભીર અસરો દર્શાવે છે. આ અહેવાલ અનુસાર, કોર્પોરેટ આવકમાં 15 ટકા તથા કુલ ઘરેલુ ઉત્પાદન (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – જીડીપી)માં પાંચ ટકા કરતાં વધુનો ઘટાડો થઇ શકે છે. આથી, નાના વ્યવસાયો પર તેનો વધુ નકારાત્મક પ્રભાવ પડશે. ‘આત્મનિર્ભર અભિયાન’ સ્પેશ્યલ પેકેજની રજૂઆત તથા આ પેકેજ પોતાના સ્ટાફને વેતન સુદ્ધાં આપવામાં સંઘર્ષનો અનુભવ કરી રહેલા સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઇ)ને ઘણો વેગ આપશે તેવી ખાતરી આપ્યાને આશરે એક મહિના જેટલો સમય થઇ ગયો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને એક અઠવાડિયા પહેલાં જાહેર ક્ષેત્રની બેંકોને નાના વ્યવસાયો માટે ભંડોળની અછત ખાળવા માટે શક્ય તમામ તકેદારીઓ રાખવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમણે બેંકોને નિયમનો શક્ય તેટલાં હળવાં કરવાની પણ સલાહ આપી હતી.

ETV BHARAT
ETV BHARAT

By

Published : Jun 25, 2020, 7:00 PM IST

હૈદરાબાદ :બેંકો વતી બે દિવસ પહેલાં એ મુજબનું સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું કે, એમએસએમઇ ક્ષેત્રની જરૂરિયાતો સંતોષવાની પ્રક્રિયા ઝડપી કરી દેવાઇ છે. નાના કદના ઉદ્યોગોના અસ્તિત્વ ઉપર જોખમ તોળાઇ રહ્યું હોવાનું CRISILનું વિશ્લેષણ પરિસ્થિતિની ગંભીરતા વિશે ઘણું બધું કહી જાય છે. વિકટ સ્થિતિમાં સપડાયેલા કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)એ તાજેતરમાં જ દેશના આર્થિક પુનરુત્થાન માટે કાર્યવાહીનો દસ મુદ્દાનો તબક્કાવાર પ્લાન જાહેર કર્યો છે. તે પૈકીનું એક વિશિષ્ટ પાસું મૂડી પ્રવાહ માટેની માગમાં વધારો અને રોકાણ માટે હકારાત્મક સુધારાની જરૂરિયાત છે. રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલય અત્યાર સુધી આવી માગનું નિવારણ લાવવામાં નિષ્ફળ નીવડ્યાં છે, તે મુજબનો CRISILનો અભ્યાસ તાત્કાલિક ધોરણે સુધારાત્મક પગલાંની જરૂરિયાત ઉજાગર કરે છે.

પ્રસિદ્ધ મૂડીનું માનવું છે કે, કેન્દ્ર સરકારનું સ્પેશ્યલ પેકેજ મહામારીની અસર શરૂ થઇ, તે પહેલાંથી જ આશરે દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી ભારે તણાવનો સામનો કરી રહેલા નાના વ્યવસાયોને સ્થિરતા પૂરી પાડી શકે તેમ નથી. આ પ્રોત્સાહન જીડીપીની 10 ટકા વૃદ્ધિ માટે મદદરૂપ નીવડશે, તેવી સરકારની જાહેરાત છતાં, પ્રોત્સાહનું નાણાંકીય પાસું દસ ટકા કરતાં વધુ નથી, તે મુજબનું ફિચ રેટિંગ ફર્મનું વિશ્લેષણ અપેક્ષિત આર્થિક પુનરુત્થાનની મુશ્કેલીઓ પાછળનાં કારણોનું મૂલ્યાંકન કરે છે. નાના વ્યવસાયો માટે રૂ. 3 ખર્વની ઇમર્જન્સી લોન માટેનો અલ્પતમ વ્યાજ દર 9.25 ટકા અને મહત્તમ 14 ટકા છે. મેનેજમેન્ટ કેપિટલ ટર્મ લોન માટેનો કન્ફર્મ રેટ 7.5 ટકા છે. જો ચૂકવણીનો સમય વ્યાજ દર ત્રણથી ચાર ટકા કરતાં વધુ ન રાખીને દસ વર્ષ કરતાં લંબાવવામાં આવે – તો નાના ઉદ્યોગો માટે તે મોટા આશીર્વાદરૂપ સાબિત થશે.

કોવિડની કટોકટી દૂર ન થઇ જાય, ત્યાં સુધી એમએસએમઇ ગૂડ્ઝ એન્ડ સર્વિસિઝ (જીએસટી)ની ચૂકવણીઓ પાછી ઠેલવાની વિનંતીઓ બહેરા કાનોમાં અથડાઇ છે! જર્મની તેની મિટ્ટેલસ્ટેન્ડ (એમએસએમઇ) કંપનીઓને જે ખાસ પ્રાથમિકતા પૂરી પાડે છે, તેના કારણે તેઓ 60 ટકા જેટલી રોજગારીની તકોનું સર્જન કરવા માટે સક્ષમ છે.

નાના ઉદ્યોગો, માર્કેટિંગ સુવિધાઓ અને સર્જનાત્મક ડિજિટલ ટેકનોલોજી માટે ભંડોળની પ્રાપ્યતા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરીને સિંગાપોર, ન્યુઝિલેન્ડ તેમજ જાપાનની સરકારોએ દર્શાવેલો રસ ત્યાં ચમત્કાર સર્જી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્પાદન ક્ષેત્રને મોટો વેગ આપીને કોરોનાની કટોકટીમાંથી તકોનું સર્જન કરવા માંગે છે અને ભારતને નવી ઊંચાઇઓ પર પહોંચાડવા માંગે છે. નાના ઉદ્યોગોને મોટાપાયે મદદ કરવાની કાર્યવાહી ઝડપી કરવાનો સમય હવે પાકી ગયો છે. નાના કદના ક્ષેત્ર, સ્પેર પાર્ટ્સનાં ઉત્પાદન એકમો, મહત્ત્વાકાંક્ષી કૌશલ્યયુક્ત ઉદ્યોગ સાહસિકો વગેરે નિરાશ થઇ જાય અને તેમને તેમના વ્યવસાયોને તાળાં લગાવવાની ફરજ પડે, તે પહેલાં તેમને જરૂરી રોકાણો માટે આવશ્યક પ્રોત્સાહન તાત્કાલિક ધોરણે પૂરું પાડવું જોઇએ.

ABOUT THE AUTHOR

...view details