ન્યૂઝ ડેસ્કઃ વુહાન (ચીન)માં ઉદ્ભવેલા ખૂંખાર કોરોના વાઇરસે ૨૧૦ દેશો અને ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં લગભગ ૧,૫૦,૦૦૦ લોકોના જીવ લીધા છે. આમ છતાં, ક્યાંય અંત દૂરદૂર સુધી દેખાતો નથી, ન તો રસી અને સારવારનો શિષ્ટાચાર પણ દેખાતો નથી. લગભગ દરેક રાષ્ટ્ર ઉકેલ માટે મથી રહ્યું છે, આગળના રસ્તે કોઈ સ્પષ્ટતા નથી. ઈઝરાયેલ, કોરિયા, જર્મની, ભારત, સિંગાપોર અને જાપાન જેવાં કેટલાક દેશો પ્રોત્સાહક પરિણામો સાથે આ ચેપને સક્રિય રીતે અટકાવી રહ્યા છે. રહસ્યમય રીતે પ્રભાવી જી-૭ દેશોને ખૂબ જ ખરાબ અસર થઈ છે. અમેરિકા એકલામાં જ મૃતકાંક કેટલાક દિવસમાં ૨,૦૦૦ને વટી ગયો છે.
આ પહેલી વાર નથી કે જીવલેણ વાઇરસ ચીનમાં ઉદ્ભવ્યો હોય. ચીન માટે ચીજો પર પડદો પાડવો પણ પહેલી વાર નથી. જોકે જે નવું છે તે એ છે કે ચીન કોઈ જવાબદારીનો ઈનકાર કરે અને 'હૂ' (વિશ્વ આરોગ્ય સંગઠન)ને તેને સારા વ્યવહારનું પ્રમાણ આપવા સમજાવવું. આ રીતે, ચીનને ગમે ત્યારે ત્રાટકવા ટિક ટિક કરતો કૉવિડ-૧૯ ટાઇમ બૉમ્બને સંતાડ્યો. વિશ્વને તેના પર શંકા નહોતી, તેથી તેમાં કામકાજ બરાબર જ ચાલ્યું, તે પછી એક સવારે ખબર પડી કે મહામારીએ તેમનાં શહેરો અને નગરોમાં વ્યાપ્ત બની ગયો હતો.
ઊંઘતા ઝડપાયેલું લાચાર વિશ્વ આ વિનાશથી થઈ રહેલા નુકસાનને સ્તબ્ધ બનીને જોઈ રહ્યું છે. એકાએક મહત્ત્વના ફાર્માસ્યુટિકલ ઉત્પાદન સહિત ચીનમાં રહેલી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પશ્ચિમી દેશોની રાજધાનીમાં જવા લાગી છે અને એવી અનુભૂતિ પણ થઈ છે કે તેમની આયાત (ચીનમાંથી જથ્થો) તેમની જરૂરિયાતના ૯૫ ટકા જેટલો થઈ ગયો છે. પરિણામે, તેમની પાસે માત્ર ચહેરા પરનાં માસ્ક, મોજાં અને વેન્ટિલેટરની જ અછત નથી, પરંતુ પાયાની પેરાસિટામૉલ જેવી દવાની પણ અછત છે.
આનાથી ચિંતિત થઈને મહામારીગ્રસ્ત દેશોએ કરોડો ડૉલરના આદેશ આપ્યા છે પરંતુ તેમને એવું જાણીને આઘાત લાગ્યો છે કે ચીનની અનેક નિર્લજ્જ કંપનીઓને ઉતરતી ગુણવત્તા કે ઉણપવાળી ટેસ્ટિંગ સામાનથેલી, મોજાં અને સંબંધિત સામગ્રી તેમને આપવામાં કોઈ પસ્તાવો નથી.
"અમેરિકાનાં મોટા ભાગનાં માસ્ક ચીનમાં બને છે. જો ચીન અમેરિકા સામે પ્રવાસનો પ્રતિબંધ મૂકીને તેમજ મેડિકલ ઉત્પાદનોની નિકાસ પર વ્યૂહાત્મક નિયંત્રણ અને પ્રતિબંધ મૂકીને પ્રતિકાર કરે ....તો અમેરિકા નવા ન્યૂમોનિયા રોગચાળાના નરકમાં ધકેલાઈ જશે. અમેરિકાએ ચીનની માફી માગવી જોઈએ અને વિશ્વએ ચીનનો આભાર માનવો જોઈએ." તેમ ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા શીન્હુઆએ ચાર માર્ચે સંકેત આપ્યો હતો.
તો આજે ખરેખર શું સ્થિતિ છે? ભારે માનવ મૃત્યુ ઉપરાંત સમગ્ર ખંડોના દેશો ભારે આર્થિક મંદી તરફ પણ સરકી રહ્યા છે. પૂરવઠાની વૈશ્વિક શ્રૃંખલા ખોરવાઈ ગઈ છે, કારખાનાં બંધ થઈ ગયા છે, બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે (અમેરિકામાં માર્ચની મધ્યથી અત્યાર સુધઈમાં ૨.૨ કરોડ લોકોએ નોકરી ગુમાવી દીધી છે) અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત પણ સામાન્ય બની રહી છે. ઓઇસીડી (ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કૉ-ઑપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના મુખ્ય અર્થશાસ્ત્રી નોંધે છે કે તમામ ઓઇસીડી દેશોમાં ઉત્પાદનનું સ્તર ૨૫થી ૩૦ ટકા સુધી ઘટી ગયું છે."
કાચા તેલના ભાવ ૭૦ ટકા ઘટી ગયા છે (જોકે ભારતને કોઈ ફરિયાદ નથી!). એવો અંદાજ છે કે ૧.૫૭ અબજ વિદ્યાર્થીઓ અને વિદ્વાનોની શૈક્ષણિક પ્રગતિ અટકી ગઈ છે. આતિથ્ય (હૉસ્પિટાલિટી), પર્યટન, ઉડ્ડયન અને બાંધકામનાં ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. તેઓ પાછાં બેઠાં થાય તેવી હમણાં તો શક્યતા જ નથી અને સાથે દુઃખ વગર તો બેઠાં નહીં જ થાય.
આઈએમએફ (આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ)નો અંદાજ છે કે આ વર્ષે વૈશ્વિક અર્થતંત્ર ત્રણ ટકા જેટલું સંકોચાશે, જે ૧૯૩૦ના દાયકાની ખૂબ જ મોટી મંદી કરતાં પણ ખરાબ છે. તે આવનારાં બે વર્ષમાં વૈશ્વિક જીડીપી (૮૭ ટ્રિલિયન ડૉલર)માંથી ૯ ટ્રિલિયન ડૉલર ઘટાડી શકે છે. ચીનનું અર્થતંત્ર માત્ર ૧.૨ ટકા જ વિસ્તર્યું છે (જે ૧૯૭૬ પછી સૌથી ધીમું છે) અને ભારતનું ૧.૫ ટકા.